બાબા રામદેવને આદેશ નું ઉલ્લંઘન કરવા બદલ હાઇકોર્ટે ૫૦ લાખ નો દંડ ફટકાર્યો છે. કપૂર ની પ્રોડક્ટ સબંધિત કેસમાં બોમ્બે હાઇકોર્ટે પતંજલિ ને ૫૦ લાખ નો દંડ ફટકાર્યો છે, એક પછી એક કાનૂની અડચણો પતંજલિ ને આવી રહી છે એમાં વધુ એક આ ઉમેરો છે .
હાઇકોર્ટમાં પતંજલિ આયુર્વેદ સામે ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો કેસ દાખલ થયો હતો. આ કેસ કપૂર પ્રોડક્ટ્સ સાથઈ જોડાયેલ છે. આ કેસ ની સુનાવણી જસ્ટિસ આર.આઈ છાગલાએ કરી હતી. 30 ઓગસ્ટ 2023ના રોજ કોર્ટે પતંજલિ સામે કપૂરની પ્રોડક્ટ વેચવા પર પ્રતિબંધ મુક્યો હતો છતાં આદેશ નું ઉલ્લંઘન પતંજલિ એ કર્યું હતું. માટે પતંજલિ આયુર્વેદ સામે ટ્રેડમાર્ક ઉલ્લંઘન નો કેસ દાખલ થયો હતો.
તાજેતરમાં આ કિસ્સો ની સુનાવણી કરી હતી તેમ છતાં આદેશ નું ઉલ્લંઘન પતંજલિ આયુર્વેદ એ કર્યું હતું. હાલ કપૂરની પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાબા રામદેવને આદેશ નું ઉલ્લંઘન કરવા બદલ ૫૦ લાખ નો દંડ ફટકાર્યો છે. ઓગસ્ટ માં આદેશ મળ્યા પછી પણ આદેશ નું ઉલ્લંઘન કરવાથી મોટો ઝટકો પતંજલિ ને મળ્યો છે
Reporter: News Plus