વરસાદ આવ્યા પછી પાણી થી થતા રોગ વધી જાય છે, કોલેરા,ડેન્ગ્યુ,કમળો, ટાઈફોડ જેવી બીમારીઓ વધી રહી છે, હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગ ખુબ વધી રહ્યા છે સાથે કમળા ના ૧૦૦ થી વધુ કેસ નોંધાયા છે .
આ વાતાવરણ માં વાયરલ ઇંન્ફેકશન ના કિસ્સો વધી રહ્યા છે. ૩૦૦ થી વધુ ઝાડા ઉલ્ટી ના કેસ નોંધાયા છે.પાણી ના કારણે વાયરલ ઇન્ફેકશન, કોલેરા, ટાઈફોડ જેવી બીમારીઓ વધી ગઈ છે, ચોમાસાના પાણીના કારણે આ રોગચાળો ફેલાવા હોવા નું ડોક્ટર ટીમ નું કેહવું છે, ચોમાસા ના પાણી ના લીધે ઝાડા ઉલ્ટી ના કેસ માં વધારો થયો છે. ઘણી જગ્યા પર પાણી અને ગટર લઈને ભેગતી થતા રોગચાળો ફાટ્યો છે માટે દરેક ઘર માં પાણી ઉકાળી પીવા ની સલાહ ડોક્ટર આપે છે.
અમદાવાદ માં રામોલ, ગોમતીપુર, વટવા સહીત ના આજુબાજુ ના વિસ્તાર માં પાણી ને કારણે રોગચાળો ફેલાયો છે. પ્રદુષિત પાણીના કારણે બીમારી ફેલાઈ રહી છે અને હોસ્પિટલ માં વધુ કેસ નોંધાયા છે. ચોમાસા માં ચાલતા ગટર અને પાણી ની લાઈન ના કામ ના લીધે પાણી પ્રદુષિત આવે છે અને રોગચાળો ફેલાય છે. હાલ કોલેરા ની ગોળીઓ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી બીમારી ને અટકાવી શકાય.
Reporter: News Plus