પાવીજેતપુર તાલુકાના બાર ગામે ચોકડી ઉપર રસ્તાની બાજુમાં બીએસએનએલ દ્વારા વાયર નાખવા ખોદેલા ખાડામાં બસ ફસાઈ જતા મુસાફરો અટવાઈ જવા પામ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના બાર ચોકડી પાસે શોધવામાં આવ્યો હતો વધુ એક બસ ખાબકી હતી અને બસનું ટાયર ખાડામાં બુરી રીતે ફસાઈ જતા મુસાફરો અને વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મુસાફરોને નીચે ઉતારી મહા મુશીબતે ખાડામાં ફસાયેલ બસને બહાર કાઢવામાં આવી હતી.બીએસએનએલ તંત્રના પાપે મુસાફરોને ભોગવવાનો વારો આવ્યો હતો.કોન્ટ્રાક્ટરે રાતોરાત જેસબી થી રોડની સાઈડમાં લાઈન ખોદી ને માટીનુ પુરાણ બરાબર કરવામાં ના આવતા આ ઘટના ઘટી હતી.
છોટાઉદેપુર ડેપોની બસ છોટાઉદેપુર બસ સ્ટેન્ડથી વિધાર્થીઓ અને મુસાફરોને લઈને ઝોઝ, ધોરિસામલ, સટુન,બાર,પાવીજેતપુર જઈ રહી હતી.બાર ચોકડી પાસે બીએસએનએલની અન્ડર ગ્રાઉન્ડ કેબલો નાખવાની કામગીરી ચાલી રહી છે. જેનું ચોમાસા દરમિયાન યોગ્ય કામગીરી કરવામાં ન આવતા આવી ઘટના ઘટવા પામી છે. જેના કારણે મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ જવા પામ્યા હતા. બી એસ એન એલ દ્વારા ચોમાસા દરમિયાન આ ચાલતી કામગીરી ના કારણે રોડની બાજુમાં કાદવ કીચડ અને ખાડા થઈ જવા પામ્યા છે જેના કારણે બાઇક ચાલકો વધુ પરેશાન થઈ રહ્યા છે. સટુન તરફથી બાર આવતા રોડ ઉપર ખોદી નાખવામાં આવ્યું છે જેને પથ્થર કપચાં નાખી કમ્પલીટ કરવામાં આવે તેવી જનતાની બુલંદ માંગ ઉઠી છે.
Reporter: admin