News Portal...

Breaking News :

આગામી 5મીથી 10મી ઓગસ્ટ સુધી યાત્રાળુઓ માટે રોપ-વે બંધ

2024-07-26 16:01:48
આગામી 5મીથી 10મી ઓગસ્ટ સુધી યાત્રાળુઓ માટે રોપ-વે બંધ


હાલોલ: પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં આવેલી શક્તિપીઠ મહાકાળી મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડે છે. 


વૃદ્ધો, વડીલો, અને નાનાં બાળકો બે મંદિર સુધી પહોંચવા રોપ-વેની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે હવે શ્રાવણ મહિના પહેલા છ દિવસ મેન્ટેનન્સને કારણે માચીથી મંદિર વચ્ચે ઊભી કરવામાં આવેલી રોપ-વે સુવિધા બંધ રહેશે. આગામી 5મી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ દરમિયાન ‘મિડટર્મ’ મેન્ટેનન્સને કારણે મહાકાળી મંદિરે પહોંચવા રોપ-વે સુવિધા બંધ રાખવામાં આવી છે. અને 11મી ઓગસ્ટથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. 


માચીથી ડુંગર સુધીની યાત્રા પગપાળા અને રોપ-વે દ્વારા કરવામાં આવે છે. ત્યારે આગામી શ્રાવણ સુદ-01 એટલે કે શ્રાવણ મહિના પહેલા દિવસથી શ્રાવણ સુદ-06 સુધી યાત્રાળુઓ માટે રોપ-વે સેવા બંધ રહેશે.શ્રાવણના પહેલા દિવસથી છ દિવસ સુધી પાવાગઢ ડુંગર ઉપર જવા માટે રોપ-વે સુવિધા બંધ રહેતા આ દિવસો દરમિયાન મહાકાળી માતાજીનાં દર્શને આવતા યાત્રાળુઓએ માચીથી આગળની યાત્રા ફરજિયાત રેવાપથનાં પગથિયાં ચડીને કરવાની રહેશે.માટે આ દિવસો દરમિયાન માતાજીનાં દર્શને આવવાનું આયોજન કરતા શ્રદ્ધાળુઓ વૃદ્ધો, વડીલો, અને નાનાં બાળકો સાથે ના આવે તે હિતાવત છે.

Reporter: admin

Related Post