માળી સમાજ દ્વારા તેઓના કુળદેવી ચાર માતાનો દર ત્રણ વર્ષે પલ્લીનો કાર્યક્રમ વર્ષોની પરંપરા મુજબ ઉજવવામાં આવે છે
તેના ભાગરૂપે આજરોજ ખંડેરાવ મંદિર સ્થિત માળી મહોલ્લા નં.1 ખાતે આવેલા ચાર માતા મંદિર ખાતે માતાજીનાપલ્લીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં સવારથી વિવિધ રંગોના ફૂલોથી માતાજીના મંદિરમાં શણગાર કરવામાં આવ્યો છે સાંજે હવન કાર્યક્રમ બાદ સમાજના લોકો તથા માંઇભક્તો માટે મહાપ્રસાદીનુ આયોજન કરવામાં આવ્યું છે
જેમાં લોકોને જોડાવવા આયોજક મંડળના આગેવાનો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પલી મહોત્સવ કાર્યક્રમમાં માળી સમાજના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના યજ્ઞ હવન કાર્યક્રમમાં સહભાગી થયા હતા યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદની અંદર પણ સમાજના લોકો સહિત સ્થાનિક રહીશોએ પણ મહાપ્રસાદીનો લાભ લીધો હતો
Reporter: admin