ગળતેશ્વર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ચાંદીપુરમ વાયરસના લક્ષણોવાળા અને કેશો જોવા મળી રહ્યા છે.
ત્યારે તાલુકામાં આવેલા અંગાડી અને મેંનપુરા પી.એસ.સી.માં ડોક્ટરની જગ્યા ઘણા સમયથી ખાલી રહેતા તાલુકાની પ્રજાએ ના છૂટકે પ્રાઇવેટ દવાખાના નો સહારો લઈ મોંઘા ભાવે દવા કરાવવાની ફરજ પડતી હોય છે. એક બાજુ સરકાર મોટી મોટી જાહેર તો કરે છે. અને લાખો રૂપિયાના ખર્ચે પી.એચ.સી. સેન્ટરો ઉભા કરે છે. ત્યારે આ પી.એસ.સી સેન્ટરોમાં ડોક્ટરો વિના દીવા તળે અંધારા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.હાલ ગળતેશ્વર તાલુકામાં રોગચાળાએ માઝા મૂકી છે તેમજ ચાંદીપુરમ વાયરસ પણ તાલુકાના અમુક ગામોમાં જોવા મળેલ છે.ત્યારે તાલુકામાં અંગારી અને મેનપુરા પી.એસ.સી.માં છેલ્લા ઘણા સમયથી ડોક્ટરની જગ્યા ખાલી છે જેના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની પ્રજાએ ના છૂટકે મજબૂરીમાં પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લઈ મોંઘા ભાવે દવા કરાવવાનો વારો આવેલ છે અત્યારે તાલુકામાં કોઈ રોગચાળો ફાટી નીકળે કે કોઈ નાની મોટી બીમારી માં ગ્રામ્ય વિસ્તારની પ્રજા પી.એચ.સી ઉપર દવા સારવાર લેવા માટે આવતા હોય છે.
પરંતુ તાલુકાના અંધાડી તેમજ મેનપુરા પી.એચ.સી.માં ડોક્ટરોના અભાવ ના કારને દર્દીઓએ ભારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે આ બાબતે મેનપુરા પી.એસ.સી માં ડોક્ટરે નિમણૂક થાય તે માટે તાલુકાના આગેવાનોએ અવારનવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરેલ છે છતાં પણ આરોગ્યતંત્રમાં કોઈ ચોક્કસ નિર્ણય લેવાતો ના હોય તેમ લાગી રયું છે.ગલતેશ્વર તાલુકાની પ્રજાને પી.એચ.સી.માં સારવાર મળે અને પ્રાઇવેટમાં ના જવું પડે તે માટે મેનપુરા અને વાઘરોલી આ બંને જગ્યાઓએ તાત્કાલિક ધોરણે ડોક્ટરની નિમણૂક કરી લોકોને સારવાર મળી રહે તે હેતુથી લોકો માંગ કરી રહ્યા છે ત્યારે જિલ્લા તંત્ર આ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય લઇ અંધાડી અને મેનપુરા ખાતે આવેલ પી.આ.સી. સેન્ટરમાં ડોક્ટરની નિમણૂક થાય અને તાલુકાની પ્રજાને યોગ્ય સારવાર મળી રહે તેવી માગણી અને લાગણી ઉઠવા પામી છે.
Reporter: admin