News Portal...

Breaking News :

શહેરના મહારાજા ચોકડી ખાતેથી વધુ એક મગરનું રેસ્ક્યુ કરાયું

2024-07-26 15:09:31
શહેરના મહારાજા ચોકડી ખાતેથી વધુ એક મગરનું રેસ્ક્યુ કરાયું


શહેરમાં વરસેલા અવિરત વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ઉપરાંત વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં પણ વધારો થતા તેની સપાટી 29 ફૂટે પહોંચી છે 


ત્યારે નદીમાં રહેતા મગરો હવે જાહેર રસ્તાઓ ઉપર લટાર મારતા નજરે પડ્યા છે. છેલ્લા છેલ્લા બે દિવસમાં શહેરના અનેક વિસ્તારોમાંથી જીવ દયા કાર્યકરોને મગરો મળી આવ્યાના અનેક કોલ મળ્યા છે. સંસ્થાઓના કાર્યકરો દ્વારા મગરોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે.શહેરમાં વરસાદ બંધ થયા બાદ જનજીવન હવે મૂળ પાટે ચડ્યું છે ત્યારે આ સરિસૃપો જાહેરમાં દેખા દેતા શહેરીજનોમાં ગભરાટ પણ જોવા મળી રહ્યો છે. 


એક દિવસ પૂર્વ જ નરહરી હોસ્પિટલ પાસે મગર દેખા દેતા તેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો તો ગત રાત્રે મહારાજા ચોકડી પાસે પણ એક મગર દેખાતા રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી હતી. આ સંસ્થાના કાર્યકરો દ્વારા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અલબત્ત રેસ્ક્યુ કરાયા બાદ વિસ્તારના સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો

Reporter:

Related Post