આજવા સરોવરમાં પાણી છોડતા વિશ્વામિત્રી નદી કિનારા ના દેના કોટાલી આસોજ સુખલીપુરા સહિત વડોદરા તાલુકાના અનેક ગામોની અંદર વરસાદી પાણી ફરી વળ્યા હતા.
તો બીજી શહેરના પાસે આવેલ વડસર વિસ્તારમાં પાણી ભરાતા એનડીઆરિફની ટીમ દ્વારા આજે 16 જેટલા અન્ય લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. શહેરમાં આજે ત્રીજા દિવસે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે .ખાસ કરીને વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં પાણી હજુ ઓસર્યા નથી ત્યારે આ સ્થિતિમાં ખડેપગ એનડીઆરએફની ટુકડી દ્વારા વડસરમાંથી 16 વ્યક્તિઓને સહી સલામત બોટમાં બેસાડી બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં પાંચ પુરુષ, છ મહિલા, ચાર બાળકો અને એક નવજાત બાળકોનો સમાવેશ થાય છે.
એનડીઆરએફ દ્વારા વડસરમાંથી કુલ ૧૦૨ વ્યક્તિને સ્થળાંતરિત કરી આશ્રય સ્થાનમાં રાખવામાં આવી હતી. પ્રસાદી પાણીના ભરાવા વચ્ચે પૂરની સ્થિતિ જેવા દ્રશ્યો નિર્માણ થયા છે ત્યારે એનડીઆરઇફ ની ટીમ દ્વારા ખૂબ સહરાનીય કામગીરી કરવામાં આવી રહી છે ગઈકાલે વરસાદ વિસ્તારમાં આવેલ સમૃદ્ધિ સોસાયટી અને કોટેશ્વરમાં 10 જેટલા લોકો ફસાયેલા હતા તેઓને પણ સહી સલામત રીતે ટીમના જવાનોએ બહાર કાઢીને આશરે સ્થાને ખસેડ્યા હતા ઉપરાંત વડસરમાં ગઈકાલે બીજા 49 લોકો ને પણ સ્થળાંતર કર્યા હતા
Reporter: admin