લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરસોરથી ચાલી રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કર્યા છે. ડીસામાં બપોરે સભા હોવાથી સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવી લોકોને ગરમીથી બચાવવાના પ્રયાસ કરાયો હતો. મોદીએ સભા સંબોધતા કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાતની પ્રજાએ ક્યારેય અહીંયા અસ્થિર સરકાર નથી આવવા દીધી. કોંગ્રેસને ગુજરાતમાંથી હટાવી છે તો આજે એને પગ નથી રાખવા દીધો. કોંગ્રેસ પાસે ન મુદ્દા, ન વિઝન અને કામ કરવાનું જુનુન છે. હિંમત હોય તો સામે વાર કરો આ ફેક વીડિયો નહીં, હિંમત હોય તો સામસામે આવીને બે-બે હાથ કરો, બતાવી દઈશું દાળભાત ખાવા વાળો શું કરી શકે છે. હવે ચૂંટણીમાં તેમની વાત નથી ચાલતી તો ફેક વીડિયો વાઈરલ કરે છે.
આપણા બનાસકાંઠામાં પાણી ન મળે, મહેમાન રેકાય તો રાત્રે એવું થાય કે સવારે પાણી ક્યાંથી લાવીશું અને આજે પાણી આવ્યું છે. આજે ભાજપે ચારેકોર પાણી પહોંચાડ્યું છે. નલ સે જલ યોજના થકી લોકો સુધી પાણી પહોંચ્યું છે. માતા બહેનોનો પાણી ભરવામાં અડધો દિવસ જતો પણ હવે ઘરેબેઠા પાણી મળી રહે છે. પહેલા છોકરું જન્મે એટલે એને કાકા-મામાનું નામ ન આવડે પણ કર્ફ્યુ બોલતા આવડતું એ આપણે નાબૂદ કર્યું, બાળકો નિશાળે નતા જતા હવે જવા માંડ્યો, ભાજપે લાંબા ગાળાની મહેનત કરી છે એટલે આજે ગુજરાત આગળ આવ્યું છે.
ગમે તેવી ગરમી હોય, ગમે તેવો તડકો હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય મતદાન વધવું જોઈએ.ભાજપ સિવાય કોઈ 272 લોકોને લડાવતાં નથી ને કહે છે કે અમે સરકાર ચલાવીશું. દિલ્હીના શાહી પરિવારની સ્થિતિ એવી છે કે કોંગ્રેસને પોતે મત નહીં આપી શકે. અહેમદ ભાઈનો પરિવાર કોંગ્રેસને મત નહીં આપે, ભાવનગરના મોટા નેતા પણ ભાવનગરના ઉમેદવારને મત નહીં આપી શકે. આપ સૌને વિનંતી છે આપ કોંગ્રેસથી ચેતતા રહેજો.
Reporter: News Plus