ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના બહાને ચાર ભેજાબાજોએ વડોદરાની મહિલાને 6.93 લાખ વિવિધ એકાઉન્ટમાં ભરાવડાવ્યા હતા. આ કેસમાં ઠગ ટોળકીના એક આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સુરતથી ઝડપી પાડ્યો છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી મહિલાએ વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભેજાબાજોએ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા આઈડી પરથી મારો સંપર્ક કર્યો હતો. જેમાં મને જણાવ્યું હતું કે, ગૂગલ મેપ પર મેન્યુફેક્ચરિંગના રિવ્યુ આપી પૈસા કમાવવાની લાલચ આપી પહેલા ટાસ્ક કરવાના બદલામાં શરૂઆતમાં 33 હજાર રૂપિયા વળતર ચૂકવ્યું હતું. જેથી મને વિશ્વાસ આવી ગયો હતો.
મહિલા પાસે 6.93 લાખ રૂપિયા ભરાવડાવ્યા ત્યાર બાદ ભેજાબાજોએ મને કહ્યું હતું કે, જેટલા ટાસ્ક કરતા રૂપિયાનું રોકાણ કરશો, તેટલા વધુ રૂપિયાનું વળતર મળશે. તેમ કહી મને ટાસ્કના બદલામાં અલગ-અલગ એકાઉન્ટમાં 6.93 લાખ રૂપિયા ભરાવ્યા હતા. ત્યાર બાદ તેઓએ મને જણાવ્યું હતું કે, તમે રૂપિયા એક સામટા ઉપાડી શકશો, પરંતુ મારા ભરેલા રૂપિયા કે કમિશન ઓનલાઈન ચેક કરતા કોઈ રકમ બતાવતી નહોતી.પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી.જેથી મારી સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થાયો હતો. જેથી મેં વડોદરા સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ચાર ભેજાબાજોની શોધખોળ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન આરોપી ચેતન ભરતભાઈ ભાદાણી, (ઉં.વ.27, રહે.સુરત)ને ઝડપી પાડ્યો છે. ચેતન ભરતભાઈ ભાદાણીએ પોતાના નામે બેંક ખાતુ ખોલાવ્યું હતું અને કમીશન મેળવીને સહ આરોપીઓને આગળ વાપરવા આપ્યું હતું.
ગુનાની મોડસ ઓપરેન્ડી ભોગ બનનારને ટેલિગ્રામ પરથી સંપર્ક કરી ગુગલ મેપ પર રીવ્યુ અપાવી, યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરાવી પાર્ટ ટાઈમ જોબના નામે પૈસા કમાવવાની લાલચ આપી થોડા રૂપિયા પરત આપે છે. ત્યાર બાદ નવા ટાસ્ક આપવા માટે અલગ ટેલિગ્રામ ગ્રુપમાં જોડવામાં આવે છે. રોજ 25 જેટલા ટાસ્ક આપીને આશરે રૂ.1000થી રૂ.2000 કમાવવાની લાલચ આપવામાં આવે છે. આ રીતે ટાસ્ક પૂર્ણ કરીને બીજા યુઝર્સ મોટી રકમ કમાયેલ છે તેવા સ્ક્રીનશોટ્સ ટેલિગ્રામ ગ્રુપમાં મુકી ભોગ બનનારને વિશ્વાસમાં લેવામાં આવે છે. પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને આરોપી ટાસ્ક ફી પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવડાવે છે અને તેના બદલામાં ડમી ક્રિપ્ટો વૉલેટમાં ભોગ બનનાર દ્વારા જમા કરાવેલ રકમ દેખાડવામાં આવે છે. ભોગ બનનાર દ્વારા જ્યારે ક્રિપ્ટો વોલેટમાં દેખાતી રકમ વીડ્રો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે રકમ વીડ્રો થતી નથી
Reporter: News Plus