News Portal...

Breaking News :

600 પદ માટે 25000થી વધુ ઉમેદવારો ઉમટી પડતાં નાસભાગ મચી

2024-07-17 15:10:54
600 પદ માટે 25000થી વધુ ઉમેદવારો ઉમટી પડતાં નાસભાગ મચી


મુંબઈ : દેશમાં બેરોજગારીની સ્થિતિ સ્ફોટક બની રહી છે. બેરોજગારનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે. એરપોર્ટ લોડર્સની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. 


ગુજરાતના ભરૂચ બાદ મુંબઈના કલિના વિસ્તારમાં એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસિઝ લિ.દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યૂમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડતાં વ્યવસ્થા ખોરવાઈ હતી.ઈન્ટરવ્યૂ માટે પહેલાં જવાની હોડમાં યુવાનોએ ધક્કામુક્કી કરતાં અફરાતફરી મચી હતી. એરપોર્ટ લોડર્સ અર્થાત હેન્ડીમેન એરપોર્ટ પર જાળવણી અને સમારકામનું કામ કરે છે. 


જેના ફોર્મ કાઉન્ટર પર જ ફોર્મ લેવા પડાપડી થઈ હતી.અરજદારો કલાકો સુધી ફૂડ અને પાણી વિના પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા.એરપોર્ટ લોડર્સ પર 600 પદ માટે 25000થી પણ વધુ અરજી થઈ હતી. આ પદનું પગાર ધોરણ 20000-25000 હતું.જો કે,ઓવરટાઈમ અલાઉન્સ સાથે રૂ.30000 પ્રતિ માસ છે. શૈક્ષણિક લાયકાત સામાન્ય હતી.બસ, ઉમેદવાર શારીરિક રીતે સક્ષમ હોવો જરૂરી હતો.

Reporter: admin

Related Post