News Portal...

Breaking News :

સુરતમાં નોનવેજ સિઝલરને કારણે 20થી વધુ મહિલાઓ બેભાન

2024-11-08 17:03:52
સુરતમાં નોનવેજ સિઝલરને કારણે 20થી વધુ મહિલાઓ બેભાન


સુરત : શહેરના નુરપુરામાં ઈમારતના બેઝમેન્ટ હોલમાં દાઉદી વ્હોરા સમાજના સભ્યોનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં જમણવારની વ્યવસ્થા પણ હતી. 


આ દરમિયાન કાર્યક્રમમાં મહિલાઓની સંખ્યા વધારે હતી. જ્યાં નોનવેજ સિઝલરને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20થી વધુ મહિલાઓ બેભાન થઇ જતાં અફરાતફરી સર્જાઈ હતી. નોનવેજ સિઝલર એક એવા પ્રકારનું ભોજન છે જેમાંથી મોટાપાયે ધૂમાડો નીકળે છે. જોકે મોટી સંખ્યામાં ભીડ અને સિઝલરની વધુ પડતી પ્લેટને કારણે એટલો બધો ધૂમાડો થઈ ગયો કે ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું અને 20થી વધુ મહિલાઓ બેભાન થઈ જતા હડકંપ મચી ગયો. 

નોનવેજ સિઝલર ખાવા માટે મોટી સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના રાત્રિ ભોજન માટે AC હોલમાં મહિલાઓ ભેગી થઈ હતી, ત્યારે આ ઘટના સર્જાઈ હતી. બેભાન અવસ્થામાં જ મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Reporter: admin

Related Post