બટાકાવડા માટેની સામગ્રીમાં 500 ગ્રામ બટાકા, 100 ગ્રામ ચણાનો લોટ,એક ચમચી મરચું, એક ચમચી લીબુંનો રસ, બે ચમચી ખાંડ, એક ચમચી તજ- લવિંગનો ભૂકો, તેલ અને મીઠુ પ્રમાણસર જરૂરી છે.
બટાકા બાફીને છીણી, તેમાં મીઠુ, મરચું, લીબુંનો રસ, ખાંડ, તજ - લવિંગનો ભૂકો, નાખી ગોળ ગોળા કરવા. ચણાના લોટમાં મીઠુ, મરચું ઉમેરી ખીરું કરવું. ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકવું અને ગોળાને ખીરુંમાં બોળી તેલમાં તળી લેવા. ખુબ ઓછા સમયમાં ટેસ્ટી બટાકાવડા તૈયાર થઇ જશે.
Reporter: admin