વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં શહેર-જિલ્લાની મેગા નેશનલ લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ પ્રકારના ના 30 થી 32 હજાર પેન્ડિંગ કેશો ની રાષ્ટ્રીયલોકઅદાલત. માં સમાધાન રૂપી નિકાલ થયો હતો.
શહેરના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલ માંરાષ્ટ્રીય લોકઅદાલતજિલ્લા કાનૂની સેવા સતામંડળ વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટીના નેજા હેઠળ, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જયેશ ડી. ઓડેદરાની અધ્યક્ષતામાં તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, વડોદરા ના સેક્રેટરી વિજય ગઢવી, ની ઉપસ્થિતિમાં આ વર્ષની બીજી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું
લોકઅદાલત નો ઉદ્ઘાટન કરી શરૂઆત કરવામાં આવીહતી.જેમાંશહેર તેમજ તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગો. એકટ ૧૩૮ના કેસો, ફકત નાણાની વસુલાતના કેસો, મજુર તકરારના કેસો, ઈલેકટ્રીસીટી એન્ડ વોટર બીલ્સ (નોન કંપાઉન્ડેબલ કેસોને બાદ કરતા), લગ્ન વિષયક તકરારનાં (છુટાછેડા સિવાયના) કેસો, જમીન સંપાદનન રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસુલ કેસો, અન્ય દીવાની કેસો વગેરે કેસોનો નિકાલ કરવામાં આવ્યું.
વડોદરા દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હિકલ એકટ મુજબ ઈ-ચલણતથા
પ્રિલીટીગેશન કેસો ના કોર્ટમાં દાખલ થવાની તૈયારી હતી પણ એ કેસમાં સમાધાન થઈ જતા હવેથી કોર્ટમાં આ 25 થી 30 હજાર કેસોનું ભરણ વધશે નહીં. અને બીજા 25 થી 30 હજાર કેસો માં સમાધાન થઈ જતા એક જ દિવસમાં કોર્ટમાંથી આ કેસો નું ભારણ પણ ઓછું થશે આમ કુલ 50 થી 60 હજાર જેટલા કેસોનો નિકાલ કરી શકાય જેના થી કોર્ટ પર ભારણ ઘટશે અને લોકોને સમાધાન રૂપી ન્યાય મળશે રાષ્ટ્રીયલોકઅદાલત માં નાગરિકો લાભ લિધો હતો .જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વડોદરા ના સેક્રેટરી વિજય ગઢવી જણાવ્યું હતું.
Reporter: News Plus