રાજકોટ : અગ્નિકાંડની તપાસમાં સીટે 100 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો બાદમાં ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબા અને વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે અગ્નિકાંડમાં ધરપકડનો આંક હવે 15 સુધી પહોંચ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં રેલો મ્યુનિ. કોર્પોરેશનનાં ઉચ્ચઅધિકારીઓ સુધી પહોંચ્યો છે અને એક પછી એક ધરપકડ થઈ રહી છે. હજુ પણ અનેક અધિકારીઓની ધરપકડ થઈ શકે તેવા અહેવાલ છે.
CFO- ડેપ્યુટી CFO સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેથી રાજકોટ પાલિકા વહીવટમાં સન્નાટો છવાયો છે. રાજકોટ અગ્નિકાંડની તપાસમાં સીટે 100 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો તેમાં ટાઉન પ્લાનિંગ વિભાગ, ફાયર વિભાગ, R&B અને લાયસન્સ વિભાગ સહિત 4 વિભાગની બેદરકારી સામે આવી છે. SITના વડા સુભાષ ત્રિવેદીના જણાવ્યા મુજબ હજુ પણ કડક કાર્યવાહી થઈ શકે છે જે કોઈ સંડોવાયેલા હશે તેને છોડવામાં નહી આવે. પછી ભલે તે કોઈ ઉચ્ચ અધિકારી જ કેમ ના હોય.
તો બીજી તરફ આગામી 25 જૂને રાજકીય અગ્નિકાંડની માસિક પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે અને રાજકીયવાસીઓને સ્વંભૂ જોડાવવાની અપીલ કરવામાં આવ્યું છે.
Reporter: News Plus