વડોદરા શહેરમાં કેટલાક ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મહાનગર પાલિકા દ્વારા છેલ્લા કેટલાય દિવસથી અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગેરકાયદે કરેલા દબાણોનો સફાયો કોર્પોરેશનની દબાણ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડમાં ગેરકાયદે કરવામાં આવેલ દુકાનો ના દબાણો દબાણો દૂર કરવા માટેની દબાણ શાખા ની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ઞોરવા વિસ્તારમાં પહોંચી હતી. દબાણ શાખા ની તથા પોલીસ કાફલો પહોંચતા ની સાથે જ લોક ટોળા ઉમટી પ
દબાણો દૂર કરતી વખતે કોઈપણ પ્રકારનું ઘર્ષણ ન થાય તે માટે પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે આ બનાવને પગલે સયાજીગંજ નાં ધારાસભ્ય કેયુર રોકડિયા પણ આવી પહોંચ્યા હતા. અને તેમની ઉપસ્થિતિમાં જ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
ગેરકાયદે કરવામાં આવેલા દબાણો અંગે ધારાસભ્ય કેયુર રોકડિયા એ જણાવ્યું હતું કે આજે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે એ હાઉસિંગ બોર્ડના મકાનોને વિષય અત્યારે છૅ જ નથી માત્ર ગેરકાયદે દબાણો જે દુકાનો બનાવવામાં આવી છે તેનો જ સફાયો કરવામાં આવી રહ્યો છે જોકે આ બાબતે ઘણા સમયથી સ્થાનિકોની ફરિયાદો હતી જે ફરિયાદને ધ્યાનમાં રાખી દબાણો દૂર કરવા ની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને સ્થાનિકોને કોઈપણ પ્રકારની ભ્રામક અફવાઓથી દૂર રહેવા માટેની અપીલ કરી હતી.
Reporter: News Plus