આગામી 1 જુલાઈ થી નવા ત્રણ ફોજદારી કાયદાઓનો અમલ સમગ્ર દેશમાં થનાર છે. અગાઉ IPC, CRPC તથા EV Act ના બદલે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩( BNS-2023), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS-2023), તથા ભારતીય સાક્ષ્ય અધિનિયમ-૨૦૨૩ ( BSA-2023) અમલમાં આવનાર હોય
આ કાયદાની માહીતી તથા સમજણ તમામ પોલીસ અધિકારી/કર્મચારીને સારી રીતે મળી શકે તે સારૂ પશ્ચિમ રેલ્વે વડોદરા યુનિટના પોલીસ અધિક્ષક સરોજ કુમારી નાઓ દ્વારા પશ્ચિમ રેલ્વે વડોદરા યુનિટ ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી/ કર્મચારીઓ માટે એક દિવસીય સેમીનારનું આયોજન શુક્રવારના રોજ ધારાસભા હોલ જુની કલેકટરની કચેરી કોઠી ચાર રસ્તા વડોદરા શહેર ખાતે કરવામાં આવેલ જેમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સીટી લો એન્ડ ફેકલ્ટીના વ્યાખ્યાતા (૧) ડૉ.સંજય સોલંકી, આસી.પ્રોફેસર, (૨) ડૉ.કવિતા ગોયલ આસી. પ્રોફેસર અને (૩) શ્રી રાજકુમાર ગુપ્તા, આસી.પ્રોફેસર નાઓ દ્વારા નવા ત્રણ ફોજદારી કાયદાઓની સરળ રીતે સમજ પશ્ચિમ રેલ્વે વડોદરા યુનિટના પોલીસ અધિકારી/કર્મચારીનાઓને આપવામાં આવેલ હતી.
Reporter: News Plus