શહેરના જહાગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના ચાર વૃદ્ધ લોકો રાત્રે સૂતા બાદ સવારે ઊઠ્યા જ નહીં. ધાર્મિક સ્વભાવના ચારેય લોકોએ સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ઉચ્ચ પોલીસ અધિકારી સહિત કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રાજન રેસિડેન્સીમાં ચાર લોકોએ સામુહિક આત્મહત્યા કરી લીધી હોવાથી વિસ્તારમાં અરેરાટી પ્રસરી છે અહીં એક ઘરમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં 3 મહિલા અને 1 પુરુષ સામેલ છે. મૃતકોમાં એક દંપતિ અને 2 સાળીના મૃત્યુ થયા છે.માહિતી અનુસાર, પતિ-પત્ની અને 1 સાળી સાથે રહેતા હતા. જયારે એન્ય એક સાળી થોડા દિવસ પહેલા સાથે રહેવા આવી હતી. રાતે જમીને ઊંઘતા બાદ સવારે કોઈ ઉઠ્યું જ નહીં. એક પરિજને જણાવ્યું કે તેઓ રાતે દાળભાત જમીને ઊંઘ્યા હતા. પરિવારમાં કોઈ આર્થિક તકલીફ ન હતી.
જયારે પાડોશીએ જણાવ્યું કે પરિવારમાં કોઈને કોઈ તકલીફ ન હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. FSL ટીમે પણ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. આ સામૂહિક આત્મહત્યા કે મૃત્યુ આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.માહિતી અનુસાર, મૃતકોમાં 3 મહિલાઓ સગી બહેનો છે, જેમના નામ શાંતા,જશુ અને ગૌરી છે. ગઈરાતે જશુના પુત્ર મુકેશ વાઢેલના ઘરે જ પરિવાર જમવા ગયો હતો. ત્યારે આ આત્મહત્યા છે કે મૃત્યુ એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
Reporter: News Plus