વડોદરા : શહેરમાં પૂરના પાણી ઓસરતા ઠેર ઠેર કચરો અને ગંદકી જોવા મળી રહીં છે. ત્યારે તેની સાફ સફાઇ માટે અન્ય શહેરોમાંથી મદદ બોલાવી હોવાની જાહેરાતો કરવામાં આવી રહીં છે.
પરંતુ આ વાત તદ્દન ખોટી સાબીત કરતો ઉડીને આંખે ચઢતો ભ્રષ્ટાચારનો પુરાવો સામે આવ્યો છે. જેમાં વડોદરામાં રહેતા યુવાનોને (AMC) અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી દઇ આવી પરિસ્થિતિમાં પણ ભ્રષ્ટાચાર આચરવાનુ ચુકયા નથી.વડોદરા શહેરના પરશુરામ ભટ્ટમાં પૂરના પાણી ઓસરયા બાદ ગંદકીનુ સામ્રાજ્ય ઉભુ થયું છે. આ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર શહેરની છે. ત્યારે (VMC) વડોદરા મહાનગરપાલિકા પાસે પુરતા સફાઇ કામદારો ન હોવાથી અન્ય શહેરોમાંથી સફાઇ માટે ટીમો બોલાવી હોવાની જાહેરાતો કરવામાં આવી રહી છે. પરંતુ સત્ય કંઇ જુદુ જ છે.શહેરના જાગૃત યુવાન સ્વેજલ વ્યાસ દ્વારા આ મામલે જાણકારી આપવામાં આવી હતી કે, વડોદરામાં સફાઇ કામ માટે કોઇ બહારથી ટીમ આવી નથી,
અમદાવાદની લાલ બસમાં વડોદરાના યુવાનોને ભરીને પરશુરામ ભઠામાં સફાઇ કામ માટે લાવવામાં આવ્યાં છે. જ્યાં તેમણે રૂ. 500 વેતન ચુંકવવાની વાત કરવામાં આવી છે. જોકે આ યુવાનોને અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી આ ભ્રષ્ટ પાલિકા તંત્રના અધિકારીઓ એવું દેખાડવા માગી રહ્યાં છે કે, વડોદરામાં સફાઇ કામગીરી માટે અમદાવાદથી ટીમ આવી છે.તેમણે વધુમાં જણાવ્યું કે, આ તદ્દન ખોટી વાત છે, કોઇ ટીમ બહારથી આવી નથી, આ જે યુવાનો છે તે વડોદરાના જ છે. માત્ર તેમને જેકેટ AMC (અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન) નું પહેરાવી દઇ ચોપડા પર રૂ. 3000 લખાશે અને સફાઇ કરનાર વડોદરાના યુવાનોને માત્ર રૂ. 500 ચુંકવવામાં આવશે, આ ઉપરાંત યુવાનોને પાલિકામાં નોકરી અપાવવાની ખાતરી આપી લાવવામાં આવ્યાં હતા.આ મામલે સામાજિક કાર્યકર્તા સ્વેજલએ સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા સફાઇ કરનાર એક યુવાન સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, સાહેબ અમે પ્રોપર વડોદરા સયાજીપાર્ક આજવા રોડના છે, અમને એવું કહેવામાં આવ્યું હતુ કે, ભરતી ચાલું છે કહીં આ જેકેટ પહેરાવી દેવામાં આવ્યું છે.સફાઇ કરનાર એક યુવાન સાથે વાત કરતા તેણે જણાવ્યું કે, સાહેબ અમે પ્રોપર વડોદરા સયાજીપાર્ક આજવા રોડના છે, અમને એવું કહેવામાં આવ્યું હતુ કે, ભરતી ચાલું છે કહીં આ જેકેટ પહેરાવી દેવામાં આવ્યું છે.
Reporter: admin