News Portal...

Breaking News :

ગ્રામ્ય વિસ્તારોમાં ઓનલાઈન વેચાણ ૧૩ ટકા વધ્યા

2024-11-14 09:58:06
ગ્રામ્ય વિસ્તારોમાં ઓનલાઈન વેચાણ  ૧૩ ટકા વધ્યા


મુંબઈ : ગ્રામ્ય વિસ્તારમાં ઓનલાઈન માર્કેટનું ચલણ સતત વધ્યું છે. તેમાં પણ ટિઅર-૨ અને ટિઅર-૩ શહેરોમાં મજબૂત માગના કારણે ઈ-કોમર્સ સેક્ટરની ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યૂ ગતવર્ષની તુલનાએ ૧૨ ટકા વધી ૧૪ અબજ ડોલર (રૂ.૧.૧૮ લાખ કરોડ) નોંધાઈ છે. 


ગ્રામીણ વિસ્તારોમાં ઓનલાઈન ચીજવસ્તુઓ મગાવવાનું ચલણ વધ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઓનલાઈન વેચાણ ૧૩ ટકા વધ્યા છે. ગ્રાહકો ક્વિક કોમર્સ, ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યૂટી અને પર્સનલ કેર, હોમ ફર્નિશિંગ, ગ્રોસરી સહિતની ચીજોમાં આકર્ષક ડિસ્કાઉન્ટના કારણે ઓનલાઈન ખરીદીને પ્રાધાન્ય આપી રહ્યા હોવાનું રેડસીર સ્ટ્રેટેજી ક્ધસલ્ટન્ટના રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે. રેડસીર દ્વારા જારી રિપોર્ટ અનુસાર, પ્રીમિયમ પ્રોડક્ટ્સ અને એવરેજ સેલિંગ પ્રાઈસ કરતાં નીચી કિંમતી ચીજોના ઓનલાઈન વેચાણ વધ્યા છે.ઓનલાઈન માર્કેટમાં મેટ્રો શહેરોમાં મોટા એપ્લાયન્સિસ, અને પ્રીમિયમ ઈલેક્ટ્રોનિક્સની મજબૂત માગ જોવા મળી છે. 


જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ફેશન, બ્યૂટી-પર્સનલ કેર પ્રોડક્ટ્સની માગ સૌથી વધુ રહી છે. આ વર્ષે તહેવારોની સિઝનમાં દેશના ટિઅર-૨ શહેરોમાં ઈ-કોમર્સ સેલિંગ વધ્યા છે. જે ગ્રાહકોનો ઈ-કોમર્સ પ્રત્યે વધતો વિશ્વાસ દર્શાવે છે. ઈ-કોમર્સ માર્કેટ આગામી સમયમાં ઝડપથી વધવાનો આશાવાદ છે. જેની પાછળનું કારણ ઓનલાઈન મળતાં આકર્ષક ડિસ્કાઉન્ટ, રિટર્ન-રિપ્લેસ પોલીસી અને ઘરેબેઠા ખરીદીની સુવિધા છે.

Reporter: admin

Related Post