News Portal...

Breaking News :

ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં એક હિન્દુ નેતાની એન્ટ્રી

2024-11-14 09:45:14
ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં એક હિન્દુ નેતાની એન્ટ્રી


વોશિંગટન : USA માં ચૂંટણી જીત્યા બાદ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટી નિમણૂક કરી રહ્યા છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં એક હિન્દુ નેતાની એન્ટ્રી થઇ છે. 


ટ્રમ્પે તુલસી ગબાર્ડને અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડાઈરેક્ટર (DNI) તરીકે નિયુક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ કોંગ્રેસ સભ્ય તુલસી ગબાર્ડને અમેરિકાની પ્રથમ હિન્દુ કોંગ્રેસ વુમન તરીકે પણ ઓળખવામાં આવે છે. તુલસી એક અનુભવી સૈનિક છે અને વિવિધ પ્રસંગોએ મધ્ય પૂર્વ અને આફ્રિકાના યુદ્ધ વિસ્તારોમાં તેમની તહેનાતી થઇ ચૂકી છે. તે થોડા સમય પહેલા જ ડેમોક્રેટ પાર્ટીથી અલગ થઈ ગયા હતા અને ચૂંટણી સમયે રિપબ્લિકન પાર્ટીમાં જોડાઈ ગયા. 


ડોનાલ્ડ ટ્રમ્પે તુલસી ઉપરાંત વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીના નામની પણ જાહેરાત કરી છે.ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે અમેરિકાના નવા વિદેશ મંત્રીના નામની પણ જાહેરાત કરી છે. ટ્રમ્પે ફ્લોરિડાના સેનેટર માર્કો રૂબિયોને અમેરિકાના વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. રૂબિયોની ઓળખ રૂઢિવાદી નેતા તરીકે થાય છે. તેઓ ઘણીવાર ચીન, ક્યુબા અને ઈરાન વિરુદ્ધ પોતાના મજબૂત વિચારો વ્યક્ત કરતા જોવા મળે છે. રૂબિયો 2010માં પહેલીવાર સેનેટમાં ચૂંટાયા હતા.

Reporter: admin

Related Post