News Portal...

Breaking News :

ગિરનાર લીલી પરિક્રમામાં ભારે ભીડ ગરમીના કારણે બે દિવસમાં 9 લોકોના હાર્ટ એટેકને કારણે મોત

2024-11-13 17:37:24
ગિરનાર લીલી પરિક્રમામાં ભારે ભીડ ગરમીના કારણે બે દિવસમાં 9 લોકોના હાર્ટ એટેકને કારણે મોત


જૂનાગઢ:ગિરનાર પર્વતની તળેટીથી લીલી પરિક્રમાનું શરૂઆત (Girnar Lili Parikrama) થઇ ચુકી છે, લાખો ભાવી ભક્તો આ પરિક્રમા કરવા પહોંચી રહ્યા છે. 


પરિક્રમા શરૂ થવાના 24 કલાક પહેલા જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેના કારણે એકાદશીના 24 કલાક પહેલા જ દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. એવામાં એવા પણ આહેવાલો મળી રહ્યા છે કે, ભારે ભીડ અને ગરમીના કારણે 48 કલાકમાં 9 લોકોના હાર્ટ એટેકને કારણે મોત થયા હતા.જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોકટરે જણાવ્યું કે, દિવસ દરમિયાન ઉમટેલી ભારે ભીડ અને અત્યંત ગરમીના કારણે કેટલાક લોકોને હાર્ટ એટેક આવ્યો હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 8 લોકોને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતાં.અહેવાલ મુજબ મૃતકોમાં રાજકોટના 3, મુંબઈ અને અમદાવાદના 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંધીધામ, દેવળા અને અમરસરમાંથી 1-1 વ્યક્તિનું મોત થયું છે.


ડોકટરે લોકોને એકસાથે 36 કિલોમીટર ન ચાલવા વિનંતી કરી છે. તેમણે લોકોને પરિક્રમાના રસ્તામાં સમયાંતરે આરામ કરવા સલાહ આપી. પરિક્રમા દરમિયાન જો કોઈ સમસ્યા જણાય તો તાત્કાલિક મેડિકલ કેમ્પનો સંપર્ક કરવો.ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે જેને કારણે દુર દુરથી લોકો ઉમટી પડે છે, જો કે આ પરિક્રમા કપરી હોય છે. સાધુ, સંતો અને અધિકારીઓએ પરિક્રમા માર્ગ પર પૂજા કરીને પરિક્રમા શરુ કરાવી હતી. ભજન, ભક્તિ, લાગણીઓ અને ભોજનના આ સંગમ સમી આ પરિક્રમા માટે દર વર્ષે લાખો લોકો ઉમટે છે અને ચાર દિવસ અને ત્રણ રાત ગાઢ જંગલમાં વિતાવે છે.

Reporter:

Related Post