News Portal...

Breaking News :

સાયબર સ્કેમર્સ યુઝરને નિયમો તોડ્યા હોવાનું કારણ જણાવી તેમનું નેટવર્ક સીમકાર્ડ બંધ કરવાની ધમકી આપે છે.

2024-11-13 17:32:08
સાયબર સ્કેમર્સ યુઝરને નિયમો તોડ્યા હોવાનું કારણ જણાવી તેમનું નેટવર્ક સીમકાર્ડ બંધ કરવાની ધમકી આપે છે.


દિલ્હી :ટ્રાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી નવા સાયબર ફ્રોડ વિશે એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ગુનેગારો યુઝરને મોબાઈલ નેટવર્ક બંધ કરવાની ધમકી આપી લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. 


સાયબર સ્કેમર્સ યુઝરને નિયમો તોડ્યા હોવાનું કારણ જણાવી તેમનું નેટવર્ક સીમકાર્ડ બંધ કરવાની ધમકી આપે છે. અને આમ કરવાથી બચવા મોટી રકમ ચૂકવવા કહે છે. પરંતુ ટ્રાઈ તરફથી આ પ્રકારના કોઈ કોલ આવી રહ્યા નથી.જો તમારી સાથે આ પ્રકારના અથવા અન્ય કોઈપણ પ્રકારની સાયબર છેતરપિંડી થાય તો તમે તુરંત સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી શકો છો. 2024ના પ્રથમ ત્રિમાસિકમાં સાયબર ફ્રોડની 7.4 લાખ ફરિયાદો નોંધાઈ હતી.ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસમાં સાયબર ગુનેગારોએ કુલ રૂ. 11269 કરોડની છેતરપિંડી કરે છે. 


અર્થાત રોજના સરેરાશ રૂ. 60 કરોડની છેતરપિંડી સાયબર ફ્રોડ મારફત થઈ રહી છે. જેનાથી લોકોને જીડીપીના 0.7 ટકા સમકક્ષ નુકસાન થઈ રહ્યું છે.ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર અનુસાર, આગામી વર્ષે સાયબર છેતરપિંડી મારફત રૂ. 1.2 લાખ કરોડનું નુકસાન થવાનું જોખમ છે. મોટાભાગના સાયબર ગુનેગારો ચીનમાં હોવાનું જાણવા મળ્યું છે. સાયબર છેતરપિંડી કરનારા ગુનેગારો વિવિધ દેશોમાં બેઠા બેઠા ભારતમાં ભારતીયોને છેતરવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે.

Reporter: admin

Related Post