મોરબી : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા અનેક બનાવો બનતા રહે છે. આજે માળિયામાં નજીવી બાબતે ફાયરીંગની ઘટના બની હતી સામસામે ફાયરીંગની ઘટનામાં ત્રણને ઈજા પહોંચી હતી જેમાં એકનું મોત થયાના પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થયા છે
માળિયાના વાગડીયા ઝાંપે આજે ફાયરીંગની ઘટના બની હતી સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઇલ્યાસ જેડા અને ફારૂક જામ જૂથ સામસામે આવી ગયું હતું અને સામસામે ફાયરીંગ કરવામાં આવ્યું હતું જે ફાયરીંગની ઘટનામાં હૈદર જેડા, સિકંદર જેડા અને ખામીશા જેડા એમ ત્રણને ઈજા પહોંચી હતી જે ઈજાગ્રસ્ત પૈકી હૈદર જેડાને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું
સુત્રો જણાવે છે કે ૧૦ જેટલા લોકો હથિયાર સાથે ઘસી આવ્યા હતા અને છરી તેમજ બંદુક વડે હુમલો કરી દીધો હતો જે ઘટનામાં ત્રણ ઈજાગ્રસ્ત પૈકી એકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે વળી જે સ્થળે ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી તે સ્થળ પોલીસ મથકથી બહુ દુર નથી પોલીસ સ્ટેશનથી એક કિમી વિસ્તારમાં ફાયરીંગની ઘટના બની તે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કરે છે બાળકોની માથાકૂટમાં મોટા બાખડી પડ્યા હતા અને સામસામે ફાયરીંગ કરતા એકનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે તો સામેના જુથમાં પણ બે વ્યક્તિને ઈજા પહોંચ્યાની માહિતી મળી રહી છે.
Reporter: admin