વડોદરાની શાસ્ત્રી પોળ ખાતે આવેલ સ્થાનકવાસી ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાન લીમડી અજરામર સંપ્રદાયના પુજ્ય ઝરણા કુમારી મહાસતીજી એ જણાવ્યું હતું કે સર્વતોભદ્ર તપ ૧૦૦ દિવસનું તપ હોય છે જેમાં ૭૫ ઉપવાસ આવતા હોય છે.
આ તપની વિગતો આપતા વઘુમાં ઝરણા કુમારી મહાસતીએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના સમયમાં શ્રેણિક મહારાજાની મહારાણી એ આ તપ કર્યું હતું.વધુમાં સ્થાનકવાસી જૈન સંઘ શાસ્ત્રી પોળના પ્રમુખ મનોજભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે આ સર્વતોભદ્ર લઘુ તપની આજે પુર્ણાહુતી થતાં આ વ્રતના તપસ્વી યશશક્રુતિ મહાસતીજીના પારણા આજીવન બ્રહ્મચર્ય ધારણ કરનાર ભાગ્યશાળીના શુભ હસ્તે કરવામાં આવ્યા હતા..
આજના આ પારણા પ્રસંગે અમદાવાદ, મુંબઈ, કચ્છ વાગડ રાજકોટ,ભાવનગર સહિતના વિવિધ સંઘોના અગ્રણીઓ તથા સંઘના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પુનાતર તથા હસુભાઈ શેઠ, યુનિવર્સિટીના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણિતા જૈન અગ્રણી દીપક શાહ, અજયભાઈ સંઘવી સહિત અનેક આગેવાનો તપસ્વીના પારણા ના કાર્યક્રમમાં જોડાયાં હતાં. જ્યાં જૈન અગ્રણી દીપક શાહે પણ જૈન ધર્મમાં તપ ધર્મ નું શું મહત્વ છે તથા આપડા આત્મા એ કરેલા ચીકણા કર્મો ખપાવવાનો એક માત્ર રસ્તો આવા કઠિન તપ છે તેમ શાસ્ત્ર ટાંકી ને સમજાવ્યું હતું.
Reporter: admin