સુરતના ઉધના સ્થિત લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં તળાવમાં ન્હાવા પડેલા બાળકો પૈકી એક બાળક ડૂબી ગયો હતો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા બાળકને બહાર કાઢી સીપીઆર આપી બાળકને ૧૦૮ની મદદથી હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ સુરતના ઉધના લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાસે બાંધકામ સાઈડની બાજુમાં તળાવમાં ૩ થી ૪ બાળકો ન્હાવા પડ્યા હતા જે પૈકી ૧૨ વર્ષીય આકાશ ઘનશ્યામભાઈ પાટીલ નામનો બાળક ડૂબી ગયો હતો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. ફાયર વિભાગની ટીમે બાળકને બહાર કાઢી સીપીઆર એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો, વધુમાં જાણવા મળ્યું હતું કે આકાશ ઘરે જાણ કર્યા વિના ઘરેથી ન્હાવા પહોંચી ગયો હતો તે ઉધના પ્રભુનગર પાસે રહેતો હતો અને ધો.૯માં અભ્યાસ કરતો હતો અને તેના પિતા ડાઈંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા આકાશ એકનો એક દીકરો હતો
સબ ફાયર ઓફિસર નરોતમભાઈ ખલાસીએ જણાવ્યું હતું કે ઉધના લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાસે તળાવમાં એક છોકરો ડૂબી ગયો હોવાનો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યા હતા અહી ૩ થી ૪ બાળકો ન્હાવા પડ્યા હતા જેમાં આકાશ નામનો બાળક ડૂબી ગયો હતો. બાળકને બહાર કાઢી પ્રાથમિક સારવારમાં સીપીઆર અને મોઢાથી શ્વાસ આપવાની કોશિશ કરી હતી અને બાદમાં એમ્બ્યુલન્સ આવતા એમ્બ્યુલન્સમાં બાળકને હોસ્પિટલ ખસેડ્યો હતો.
Reporter: News Plus