રાવપુરાવિસ્તારમાં સવારે ૬:૩૦ કલાકે નવલખી મેદાન નજીક પાછળથી બાઈક પર આવેલા બે અજાણ્યા ઇસમો મહિલાનો અછોડો તોડી ફરાર થયા હતા. ચોરોએ મહિલાનો અછોડો તોડતા જ મહિલા રોડ પર પટકાઈ હતી. રાવપુરા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.નજીકના બધા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરાશે.
તેમજ આજુબાજુમાં ધંધો કરતા ફેરિયાઓના નિવેદન લેવાયા છે .૬૫ વર્ષની મહિલા ગ્રુપની અંદર મોર્નિંગ વોક કરવા નીકળી હતી ત્યારે ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી.શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ચૂંટણી પ્રક્રિયામાં તૈનાત પોલીસ વિભાગ હતો,ત્યારે અછોડા તોડ ટોળકી વડોદરા શહેરમાં ફરી ઝળકી હતી અને ત્રણથી ચાર જગ્યા પર અછોડા તોડી ફરાર થઈ ગયાના કિસ્સા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.
વડોદરા શહેરના નિઝામપુરામાં રહેતા શ્વેતલભાઇ રોજ સવારે સયાજી બાગમાં ચાલવા જતા હોય છે ત્યારે આજે સવારે ફતેગંજ પાસે મોટર સાયકલ પર આવેલા બે વ્યક્તિએ શ્વેતલભાઈના ગળામાં પહેરેલી સોનાની ચેઇન તોડીને ફરાર થઈ ગયા હતા. તે પછી થોડી જ વારમાં તેનાથી થોડે દૂર એમ.એસ.યુનિવર્સિટીની બીબીએ ગ્રાઉન્ડમાં ચાલવા જનાર સંદીપભાઈના ગળામાંથી સોનાની ચેઇન અને કંઠી ખેંચી લઈને બંને ફરાર થઈ ગયા હતા.આ ઉપરાંત વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં અને બાલભવન પાસે પણ અછોડા તોડ ટોળકી ઝળકી હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા અછોડાતોડ એક જ ટોળકીએ ચાર જગ્યાએ હોય તેમ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Reporter: News Plus