એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે આ ચાર સંહિતા નું પાલન કરાવવા માટે ઠેર ઠેર વાહન ચેકિંગ તેમજ પ્રોહિબિટેડ વસ્તુઓનો જથ્થો શોધીને તેનો નાશ કરવા માટે સતત પોલીસ અધિકારીઓ રેડ પાડતા જોવા મળી રહ્યા છે ત્યારે ડુપ્લીકેટ આર્મીમેનની ઓળખ બતાવીને જલગાંવ ખાતે રહેતા મૂળ વડોદરા ના યુવકની નંદુરબાર પોલીસે અટકાયત કરીને ગોરવા પોલીસને આ બનાવવા અંગે જાણ કરતા તેમણે સફળતાપૂર્વક રેડ પાડીને મોટી માત્રામાં માદક દ્રવ્યનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પોલીસે આર્મીના યુનિફોર્મ માં જઈ રહેલા વડોદરા ના ગોરવા વિસ્તારમાં રહેતા રાહીલ સફીભાઈ શેખને તપાસવા તેને કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. જેથી તેની સામે ગુનો નોંધીને રિમાન્ડ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી નંદુરબાર પોલીસની ટીમ એ આજે ગોરવા પોલીસના પીઆઇ કીરીટ લાઠીયા ની મદદ લઈ મધીનગરની નૂર સોસાયટીમાં તપાસ કરતા 3, 00,000 ઉપરાંત ની કિંમત નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ગોરવા પોલીસે રાહિલ ની પત્ની શાહિદા સામે ગુનો નોંધીને તેની અટકાયત કરી હતી જ્યારે હજી સુધી રાહિલ મળ્યો ન હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
નન્દુબાર પોલીસ જ્યારે ચૂંટણી ચેકીંગ દરમ્યાન હતી ત્યારે એક ગાડી ને રોકવામાં આવતા અંદર થી આર્મી નો ડ્રેસ પહેરેલી હાલત મા એક ઈસમ જણાઈ આવ્યો હતો તેમની પર શઁકા જતા પોલીસે કડકાઈ દેખાડતા અસલી ચહેરો સામે આવ્યો હતો. અને પોતે આર્મી મા ન હોવાનું સામે આવ્યું હતું. અને નન્દુબાર મા પોતાનું નામ ખોટું હોવાનું જણાઈ આવ્યું હતું નન્દુબાર પોલીસ અહીંયા તપાસ માટે આવેલ અને ગોરવા પોલીસે તેમને સહયોગ આપી ને સદર ઈસમની પત્ની ને ત્યાં દરોડો પાડતા વિદેશી શરાબનો જથ્થો મળી આવતા સદર ઈસમની પત્નીની અટકાયત કરવામાં આવી હતી.
Reporter: News Plus