- સુરતના પ્રભારી વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકીની મહેનત રંગ લાવી
- યુપી થી દિલ્હી અને દિલ્હીથી વડોદરા કનેક્શન કરી સીટ બિનહરીફ કરાઈ
સુરત લોકસભા બેઠક ઉપર રાજકીય શતરંજના સોગઠાં ગોઠવાયા બાદ ભાજપાના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. પરંતુ તેનું એપી સેન્ટર વડોદરાને માનવામાં આવે છે. કારણે કે બસપાના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાવવા માટે વડોદરા ખાતે જ એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. ઉપરાંત સુરત બેઠકના પ્રભારી તરીકે વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકીને જવાબદારી આપવામાં આવી હતી જેઓની ભૂમિકા પણ મહત્વની ગણવામાં આવી રહી છે. જાણવા મળ્યા મુજબ આ સોગઠાં ચેક યુપી ત્યાર બાદ દિલ્હી અને દિલ્હીથી વડોદરાના ગોઠવાયા હતા. અને જેનું પરિણામ આવ્યું છે.
લોકસભાની ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમ વખત એક બેઠક બિનહરીફ જાહેર થઇ છે. સુરતમાં એવો ખેલ ખેલાયો કે જેન ઇતિહાસ જ રચી દીધો. બસપાન ઉમેદવાર પાછળ આખેઆખું તંત્ર લાગ્યું હતું અને ફોર્મ પરત ખેંચાવડાવ્યું હતું. જો કે આ જીતનું એપી સેન્ટર વડોદરાને માનવામાં આવે છે. કારણે કે બસપાના પ્રદેશ પ્રભારી વડોદરા ખાતે રહેતા હતા અને તેઓના ઈશારે જ પ્યારેલાલ ફોર્મ પરત ખેંચે તેમ હતું. જેથી વડોદરા ખાતે તેઓ સામે વોચ ગોઠવી હતી પરંતુ તેઓ અમદાવાદ ચાલ્યા ગયા હતા. જો કે ત્યાર બાદ તેઓના પુત્ર સિદ્ધાર્થને પણ પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું ચ. અંતરંગ વર્તુળો તરફથી મળતી વિગતો અનુસાર કોંગ્રેસના ઉમેદવારો પણ બસપાના ઉમેદવાર પાછળ લાગ્યા હતા કે તેઓ ફોર્મ પરત ન ખેંચે અને તેઓએ પણ અહીં ફિલ્ડિંગ જમાવી હતી. જો કે ભાજપાએ ખેલ પાડી દીધો હતો. ભાજપાએ ચેક યુપી ત્યાર બાદ દિલ્હી અને ત્યાંથી વડોદરાનું કનેક્શન શોધ્યું હતું. વહેલી સવારે ઉમેદવારને વડોદરા ખાતેથી સુરત લઇ જવાય હતા અને ત્યાર બાદ બપોરે સ્પેશિયલ કોરિડોર બનાવી તેઓને હાજર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે જે થયું તે પરંતુ વડોદરાની મહેનતે ઇતિહાસ સર્જી દીધો તેમ કહીએ તો તેમાં જરાયે અતિશયોક્તિ નથી.
Reporter: News Plus