વડોદરા મહાનગરપાલિકા દ્વારા રવિવારે સતત સાતમા દિવસે વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી હતી અને ચાર ગેસ એજન્સીઓને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજ્ય સરકારના આદેશ બાદ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ સંસ્થાનો જેવા કે, હોટલ,રેસ્ટોરન્ટ, કાફે, મોલ્સ, ગેસ ગોડાઉન, ટ્યુશન ક્લાસીસ, શો રૂમ, વ્યાપારી સંસ્થાઓ, ફીટનેસ સેન્ટર,, ફર્નિચર મોલ, વિગેરેમાં ફાયર સેફટી અને અન્ય એન્જીનીયરીંગ સંલગ્ન બાબતો જેવી કે સિવિલ, ઇલેકટ્રીકલ,મિકેનીકલ બાબતોના ધારાધોરણોનું પાલન કરવામાં આવે છે કે કેમ તથા બાંધકામ પરવાનગી, ઓક્યુપેશન સર્ટીફીકેટમાં જણાવેલ બાબતોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે બાબતોની ચકાસણી કરવા ફાયર ડીપાર્ટમેન્ટની 6 ટીમો દ્વારા રવિવારે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ફાયર ડીપાર્ટમેન્ટની 6 ટીમો દ્વારા હોસ્પીટલો, ગેસ ગોડાઉન, ટ્યુશન કલાસીસ,શો રૂમ જે પૈકી કુલ 22 સ્થળોની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 15 એકમોને બી-10 નોટીસ આપવામાં હતી.જ્યારે કુલ 4 એકમો જેવા કે ગેસ બોટલના ગોડાઉન દિવ્યા ગેસ એજન્સી,છાણી, ગોકુલ ગેસ એજન્સી,ઉડેરા ,ગાયત્રી ગેસ એજન્સી,આજવા રોડ અને ગુરૂકૃપા ગેસ એજન્સી,સરદાર એસ્ટેટને સીલ કરવામાં આવ્યા હતા.
....
Reporter: News Plus