રવિવારના દિવસે પણ વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક મળી હતી.
વરસાદે ધમાકેદાર બેટીંગ કરતા પ્રિ -મોન્સૂન ની કામગીર ની પોલ ખુલી હતી. જો કોન્ટ્રાકટર ની બેદરકારી સામે આવશે તો પેનલ્ટી કરવામાં આવશે. ચેરમેને કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરી છૅ. મહાનગર પાલિકા દ્વારા ચોમાસા પેહલા પ્રિ મોન્સૂન ની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ પહેલાં વરસાદમાં જ પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી જાય છે.ત્યારે રોડ પર ભુવા પડવા, તૂટી જવા સહીત અનેક કોન્ટ્રાકટ અને અધિકારી ની બેદરકારી સામે આવી છૅ ત્યારે સ્થાયી સમિતિ ના ચેરમેન ડો શીતલ મિસ્ત્રીએ કોન્ટ્રાક્ટર સામે લાંલ આંખ કરી છૅ. જો કોઈ પણ કામગીરી માં કોન્ટ્રાકટની બેદરકારી સામે આવશે તો તેને પેનલ્ટી કરવામાં આવશે.
શહેર માં જર્જરિત આવશોના મકાનો અંગેના સર્વે આગળ શું કાર્યવાહી કરવી તે માટેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. જેથીનાગરિકો ને હેરાન પરેશાન ન થવું પડે. આની સાથે સાથે પૂર્વ ક્રિકેટર અને ટીએમસી ના સાંસદ યુસુફ પઠાણના દબાણ અંગે અધિકારી સાથે ચર્ચાકરી હતી. કોર્ટમાં પ્રોસિજર તેમજ અન્ય મહત્વપૂર્ણ બાબતો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સીટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર સહિત ઝોનના કાર્યપાલક એન્જિનિયરો અને એફોર્ડેબલ હાઉસિંગ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ હાજર રહ્યા હતા.
Reporter: News Plus