વડોદરા શહેરમાં આવેલું જાણીતું એવું માંડવીની માં મેલડી મંદિર માંડવી ખાતે આવેલું છે આ મેલડી માનુ મંદિર ઐતિહાસિક માનવામાં આવે છે
આમાં મેલડી ના મંદિરોમાં લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે દર્શન કરવા આવે છે આમ માં મેલડી ના દર્શનથી લોકોનો તમામ દુઃખ દર્દ દૂર થાય છે અને ભક્તો દ્વારા માનતા રાખવામાં આવે છે અને તેમની માનતા પૂરી થાય છે આ મેલડીમાના મંદિરે લોકો 50 50 કિલોમીટર દૂરથી લોકો ચાલતા આવે છે અને બાધા રાખે છે અને તેમની વિવિધ બધાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને રવિવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ની ભીડ ઉમર છે
ત્યારે આજે રવિવારના દિવસે ભક્તોની ભીડ જોવા મળી હતી જ્યારે માંડવી મેલડીમાના મંદિરે દર રવિવારના દિવસે ભક્તોને પ્રસાદી રૂપે વિવિધ નાસ્તા ભોજન નું આયોજન રાખવામાં આવે છે જેને લઈને આજરોજ સેવ ઉસળ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદી લીધી હતી દર રવિવારે આશરે ત્રણથી ચાર હજાર ભક્તો પ્રસાદી લે છે જેને લઈને હવે આ માં મેલડીનું મંદિર આસ્થા નું મંદિર બની ગયું છે
Reporter: News Plus