શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ પાણીજન્ય રોગચાળાને કારણે ખોડીયાર નગર વિસ્તારમાં રહેતી યુવતીનું ઝાડા ઉલટીને કારણે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
વર્ષાઋતુ ની શરૂઆત થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાએ શહેરમાં માથું ઊંચકયું છે . દૂષિત પાણીને કારણે ઝાડા ઉલટી ના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ખોડિયાર નગર પાસે આવેલ ગોવિંદ નગર સોસાયટીમાં રહેતી ચંદ્રિકાબેન બારીયા નું ઝાડા ઉલટીને કારણે મોત નીપજ્યું છે. ઝાડા ઉલટી ની ફરિયાદો સાથે ચંદ્રિકાબેન ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે મહાનગર પાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાંથી પીવાના પાણીના નમુના લેવામાં આવ્યા હતા પરંતુ લીધેલ તમામ નમૂના લેબોરિટી તપાસ દરમિયાન ફેલ જોવા મળ્યા હતા
શહેરમાં વિતરણ કરવામાં આવતા પીવાના પાણી સાથે વરસાદી પાણીનું મિશ્રણ થવાથી અથવા દૂષિત પાણીના સેવનથી દૂષિત ખોરાક ખાવાથી પેથોજન્સ નામના સૂક્ષ્મ જીવાનુંને કારણે પાણીજન્ય રોગચાળો ફેલાય છે. એક તરફ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે શહેરના વિસ્તારોમાંથી રોગચાળાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળતા પાલિકાની આરોગ્ય શાખા સહિત પાલિકાની સફાઈ કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થાય છે. વરસાદની શરૂઆત થઈ છે ને શહેરમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આવનારા સમયમાં પાણીજન્ય રોગચાળો વધુ ન વકરે તે માટે પાલિકા ચોક્કસ દિશામાં નક્કર કામગીરી કરે તે આવશ્યક બન્યું છે.
Reporter: News Plus