ગુજરાતના રાજકોટ જિલ્લામાં એક વૃધ્ધ દંપત્તી અને તેમના 35 વર્ષીય પુત્રએ પરિવાર આર્થિક સંકટ અને આરોગ્ય સંબંધી સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યો હોવાના કારણે આ ત્રણેય લોકોએ આ પગલું ભર્યું હતું, કથિત રીતે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
આ ત્રણ મૃતદેહોને પોલીસે મોટા રામપર ગામ નજીક એક ઓટો રિક્શામાંથી મેળવી છે.પોલીસના જણાવ્યા મુજબ બુધવારે રાજકોટ જિલ્લાના પડધરી વિસ્તારમાં એક વૃધ્ધ દંપત્તી અને તેમના પુત્રએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ત્રણેયના મૃતદેહ સવારે 10.15 વાગ્યે એક ઓટો રિક્શામાંથી મળી આવ્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, અને તેનાથી જાણવા મળે છે કે પરિવાર આર્થિક સંકટ અને આરોગ્ય સંબંધી સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યો હતો. આજ કારણે આ ત્રણેય લોકોએ આ પગલું ભર્યું હતું, તેમના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં માટે સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ કાદર મુકાસમ (62), તેની પત્ની ફરીદાબેન (59) અને વૃદ્ધ દંપતીના પુત્ર આશિક (35) તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે મૃતક આશિક ઓટો રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો.
Reporter: News Plus