News Portal...

Breaking News :

બાળકો ના જન્મ પ્રમાણપત્ર સુધારા માટે નો નિર્ણય આધાર કાર્ડના આધાર પર બાળકો ના પ્રમાણ પત્ર માટે મહત્વનો નિર્ણય

2024-05-22 18:13:37
બાળકો ના જન્મ પ્રમાણપત્ર સુધારા માટે નો નિર્ણય  આધાર કાર્ડના આધાર પર બાળકો ના પ્રમાણ પત્ર માટે મહત્વનો નિર્ણય


નામમા ફેરફાર કરવા એફિડેવિટની જરૂર હવે નહિ પડે. બાળક ના જન્મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા માટે વિગતો સાથે પરિપત્ર રજુ કરાયો છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા જન્મના પ્રમાણપત્રને લઇને ચાલતી સમસ્યાઓ ની સ્પષ્ટતા કરવામાં આવી છે.


 કેટલી વાર બાળકોના જન્મ પ્રમાણપત્ર મા નામ અલગ હોય અને આધારકાર્ડમાં નામ અલગ હોય છે આવા સંજોગોમાં આધારકાર્ડ પ્રમાણેનું જન્મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્યારે કોઇપણ પ્રકારનું સોંગદનામું કરાવવાની જરૂર નથી.આરોગ્ય કમિશનરે નવો પરિપત્ર કર્યો છે. જેમાં નકલ  ફ્રીમાં આપવાની રહેશે.જેના લીધે  લોકોને રાહત મળશે,લોકો જન્મ પ્રમાપત્ર માં સુધારા માટે કેટલાય ધક્કા ખાતા હોય છે. જેમને આ પરિપત્રથી તેમને ફાયદો ઘણો ફાયદો થશે.અમિતભાઇ નુ કરશનભાઇ નહિ થઇ શકે પણ અમિતલાલ કરી શકાશે 



 કેટલાક સુધારા ના બનાવો મા એવી પણ અરજીઓ આવે છે કે, પેલાનું મૂળ નામ અલગ હોય અને તેમને  અલગ નવા નામથી જન્મ પ્રમાણપત્ર લેવાની માગ કરતા હોય છે આવા બનાવ મા મૂળ નામ કરતા બિલકુલ અલગ નામ છે એટલે કે નામ નો ભાવાર્થ બદલાતો હોય તેવું નવું નામ રજિસ્ટરમાં દાખલ કરી શકાસે નહિ .પરિપત્ર મા એ વાત ની સ્પષ્ટતા કરી છે કે, આધારકાર્ડ પ્રમાણે સુધારો કરવામાં જન્મનું પ્રમાણપત્ર ફ્રી મા કરી આપવામાં આવશે જેથી નવું જન્મ પ્રમાણપત્ર ફ્રીમાં આપવાનું રહેશે. આરોગ્ય કમિશનરે  જિલ્લા આરોગ્ય અધિકારી ને જણાવ્યું છે.

Reporter: News Plus

Related Post