મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વડોદરા શહેરના ગોરવા ભાઈલાલ મેરેજ હોલ ની સામે રિદ્ધિ સિદ્ધિ ફ્લેટ નંબર 26 માં ભાડે રહેતા મૃત્યુજય ભાઈ ને વીજ કંપની દ્વારા રૂપિયા 9.24 લાખ વધુ નો બીલ મોકલવામાં આવતા તેઓ ચોકી ગયા હતા. તેમજ ૬ મહિના સુધી દરરોજ ૫૧૩૫ રૂપિયા ભરવા જણાવાયું છે.
પરંતુ MGVCL એ ડેટા એન્ટ્રીમાં ભૂલ થવાથી ગ્રાહક ને મોટુ બિલ આપી દેવામાં આવ્યું છે, તેવો ખુલાસો MGVCL ના MD તેજસ પરમારે કર્યો છે. ૯.૨૪ લાખના બદલે બિલ સુધારી ૧૧૦૦ જેટલી રકમ નું બિલ નો મેસેજ ગ્રાહકને મોકલી અપાયો છે.બે માસના નિયમિત વીજ વપરાશ નું બિલ લગભગ ₹2,000 ની આસપાસ આવતું હોય ત્યારે અચાનક તોતિંગ બિલ મોકલવામાં આવતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું હવે આ વીજ બિલ ની રકમ ગરીબ પરિવાર ક્યાંથી ભરપાઈ કરી શકશે તેઓ સવાલ ઉઠવા પામ્યો છે
તો બીજી તરફ વીજ કંપનીની ઉઘાડી લૂંટનો આ ચોકાવનારો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.વીજ કંપનીના સત્તાધીશો આ મામલે મૌન ધારણ કરીને બેઠા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે જાગૃત નાગરિકો માટે પણ આ કિસ્સો વીજ કંપનીની ઉઘાડી લૂંટ સામે લાલબત્તી સમાન છે.મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વડોદરા શહેરના નાગરિકોને સ્માર્ટ મીટર બેસાડીને વીજ ઉપયોગના નામે ખિસ્સા હળવા કરવાના અનેક બનાવો બાદ જાગૃત નાગરિકો દ્વારા વીજ કંપની વિરુદ્ધ આંદોલન કરવામાં આવતા સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.
Reporter: News Plus