News Portal...

Breaking News :

બાંગ્લાદેશના સાંસદના શરીરના મૃતદેહના અનેક ટૂકડા કોલકાતાના ન્યૂ ટાઉનમાં ફ્લેટ માંથી મળ્યા?

2024-05-22 17:37:32
બાંગ્લાદેશના સાંસદના શરીરના  મૃતદેહના અનેક ટૂકડા કોલકાતાના  ન્યૂ ટાઉનમાં ફ્લેટ માંથી મળ્યા?



બાંગ્લાદેશના સાંસદના શરીરના  મૃતદેહના અનેક ટૂકડા કોલકાતાના ન્યૂ ટાઉનમાં સંજીવ ગાર્ડનના એક ફ્લેટમાંથી મળી આવ્યા હોવાના અહેવાલ મળ્યા છે. 



કોલકાતા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ફ્લેટ એક્સાઈઝ ડ્યુટી ઓફિસરનો છે. કોલકાતાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ આ મામલે તપાસ કરી રહી છે. આ ઉપરાંત કેન્દ્રીય તપાસ એજન્સીની પણ મદદ લેવામાં આવી રહી છે. ભારતમાં કોલકાતા કાલે સારવાર માટે આવેલા બાંગ્લાદેશના સાંસદ અનવારૂલ અઝીમના પર્સનલ સેક્રેટરી અબ્દુર રઉફે કહ્યું કે, મને હજુ સુધી સાંસદના મૃત્યુ અંગે સત્તાવાર માહિતી નથી મળી. તેમણે કહ્યું કે, અમને સાંસદના મૃત્યુ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી પરંતુ તેમનો પરિવાર ઢાકામાં છે અને વિઝા અરજી માટે ફસાયેલો છે. તેઓ ભારતીય વિઝા મળવાની રાહ જોઈ રહ્યા છે.


બીજી તરફ હવે અઝીમની પુત્રી મુમતરીન ફિરદોસ શેર-એ-બાંગ્લા પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધાવશે.અનવારૂલ અઝીમ 12 મેના રોજ ભારત આવ્યા હતા. તેઓ છેલ્લે 13 મેના રોજ બપોરે નજર આવ્યા હતા. તે સમયે તેઓ તેમના મિત્રો સાથે મેડિકલ ચેકઅપ માટે કોલકાતા નજીક બિધાનનગરમાં એક ઘરે ગયા હતા. કોલકાતાના બિધાનનગરમાં અનવારૂલ અઝીમના મિત્રએ જણાવ્યું કે તેમણે તેને કહ્યું હતું કે, તેઓ દિલ્હી જવાના છે. પરંતુ 13 મેથી તેમનો સંપર્ક નહોતો થઈ શક્યો. તેઓ માત્ર ઢાકામાં તેમના પરિવાર અને બિધાનનગરમાં પોતાના મિત્રો સાથે મેસેજ પર વાત કરી રહ્યા હતા.જો કે, ત્યારબાદ બરાબર વાત ન થતા અને તેમનું અચાનક ગાયબ થઈ જવાના કારણે બાંગ્લાદેશી સાંસદના મિત્ર ગોપાલ વિશ્વાસ ચિંતામાં મૂકાયા. આ વચ્ચે સાંસદની પુત્રીએ વિશ્વાસને જણાવ્યું કે, મારો પિતા સાથે સંપર્ક નથી થઈ રહ્યો. ત્યારબાદ વિધાનનગરના બરાનનગર પોલીસ સ્ટેશનમાં અનવારૂલના ગુમ થવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

Reporter: News Plus

Related Post