News Portal...

Breaking News :

પહેલા પૂર્વ વિસ્તાર વિકાસ થી બહાર,હવે પૂર્વ વિસ્તારમાં વિકાસની બસંત બહાર,રસ્તાઓ નું નિર્માણ પૂરજોશમાં,3 ઓવર બ્રીજ બનાવવાનું આયોજન

2024-05-12 18:13:52
પહેલા પૂર્વ વિસ્તાર વિકાસ થી બહાર,હવે પૂર્વ વિસ્તારમાં વિકાસની બસંત બહાર,રસ્તાઓ નું નિર્માણ પૂરજોશમાં,3 ઓવર બ્રીજ બનાવવાનું આયોજન


શહેરના પૂર્વ વિસ્તારમાં  વિકાસનો સૂર્યોદય થવાના સંકેતો મળી રહ્યા છે.વર્ષોથી પૂર્વ વિસ્તાર સાથે વિકાસની બાબતમાં સાવકા છોકરા સાથે થાય એવું ઓરમાયું વર્તન થતું હતું.હવે એ ફરિયાદ સંભળાઈ છે એવું લાગી રહ્યું છે.પૂર્વ વિસ્તારમાં રસ્તાઓ ના નવીનીકરણ અને નૂતન નિર્માણના વ્યાપક આયોજનો કરવામાં આવી રહ્યા છે અને બળબળતા ઉનાળામાં ધમધોકાર કામ ચાલી રહ્યું છે.ક્યારેક પૂર્વ વિસ્તાર વિકાસની સરહદોની જાણે કે બહાર હતો.હવે આ વિસ્તારમાં જાણે કે વિકાસની બસંત બહાર આવી છે.શહેરી વિકાસના તબીબ જેવા ડો. શીતલ મિસ્ત્રી ના નેતૃત્વ હેઠળની મનપાની સ્થાયી સમિતિએ પૂર્વ વિસ્તારની વર્ષોથી પડતર વિકાસ માંગણીઓ ને ધ્યાનમાં લઈને વ્યાપક આયોજન કર્યું છે.જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં વિકાસની ધોધમાર વર્ષા થતી ત્યારે પૂર્વ વિસ્તાર વિકાસના એકાદ ઝાપટાં માટે તરસતો.હવે આ તરફ છીપશે એવું લાગી રહ્યું છે.


હાલમાં કલાદર્શન,પરિવાર ચાર રસ્તા અને સોમા તળાવને જોડતા રસ્તાઓ પર ચોફેર ક્યાંક નવેસર થી રસ્તા બનાવવાની,તો ક્યાંક રી કાર્પેટીંગ અને ડામરી કરણ અને રસ્તાના વોલ ટુ વોલ વિસ્તરણ ની કામગીરી ચાલી રહી છે.
   આ વિસ્તારના રસ્તાઓ પર કોઈ સમયે વાહનોની પાંખી અવર જવર રહેતી.હવે ટ્રાફિક ખૂબ વધ્યો છે.વાહન સંખ્યા,વિસ્તાર અને વસતી વધી છે.ભવિષ્યમાં હજુ વધુ પહોળા રસ્તાઓ ની જરૂર પડશે.
   વાહન ટ્રાફિક ને સરળતા થી ચાલુ રાખવા કરોડો રૂપિયાના ખર્ચે આ વિસ્તાર માટે 3 ઓવર બ્રિજ નું આયોજન કરવામાં આવ્યું છે.વિસ્તારની સુંદરતા વધે તે માટે આઇકોનિક એલીમેન્ટ થી બ્રિજ બનાવવાનું આયોજન છે.
  ડો.મિસ્ત્રીનું કહેવું છે કે  લગભગ ૫ વર્ષના અંતરાલ પછી પરિવાર ચાર રસ્તાથી સોમા તળાવ વચ્ચે નવો રસ્તો બની રહ્યો છે.રસ્તાના નાના મોટા વિવિધ કામો ખૂબ મોટા પાયે ચાલી રહ્યા છે.


 પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાની મોટી સમસ્યા દર ચોમાસે જોવા મળી છે.
  તેને અનુલક્ષીને ભારે વરસાદમાં હાઈવે બાજુથી ધસી આવતા પાણીના નિકાલ માટે સમાંતર કાન્સ બનાવવામાં આવ્યો છે.હાલમાં તેની સફાઈ શરૂ કરી દેવામાં  આવી છે. ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું કે આચાર સંહિતા લાગુ પડે તે પહેલા જ ચોમાસા પૂર્વેની કામગીરીની નીવિદાઓ ની મંજૂર કરી લેવામાં આવતા કામની ખૂબ સરળતા થઈ છે.
તેની સાથે આ વિસ્તારમાં પાણીની વિતરણ વ્યવસ્થાને વધુ સમુચિત બનાવવાની અને બધે પૂરતા દબાણથી પાણી મળી રહે તેવી કામગીરી કરવાની જરૂર છે.આ બાબત મનપા ધ્યાનમાં લેશે એવી લોક અપેક્ષા છે

Reporter: News Plus

Related Post