વડોદરા રેલ્વે લોકલ ક્રાઇમ બ્રાન્ચે સુરત રેલ્વે પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા ઇસમને પાસા હેઠળ અમદાવાદ ખાતેની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
વડોદરા રેલ્વે એલ.સી.બીના પી.આઈ ટી.વી.પટેલ અને તેમની ટીમે સુરતના ડિડોલી ખાતે રહેતા અને વિદેશી શરાબનો ધંધો કરનાર યોગેશ ઉર્ફે ઝીંગા ગુલાબ પાટીલની અટકાયત કરીને અસામાજિક પ્રવૃત્તિ પ્રતિબંધક અધિનિયમ હેઠળ પાસાની કાર્યવાહી કરીને માથાભારે ઇસમ યોગેશને અમદાવાદ ખાતેની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે યોગેશ વિરુદ્ધ સુરત રેલવે પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ વિવિધ ગુનાઓ રજીસ્ટર્ડ છે.
રેલવે પોલીસના ઇન્ચાર્જ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ નિરીક્ષક સરોજકુમારી દ્વારા રેલવે પોલીસને પ્રોહીબિશનના ગુના સંબંધી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.વિદેશી શરાબના વેચાણ અને હેરાફેરી માટે રેલવે ટ્રેન રેલ વિસ્તારનો ઉપયોગ થવાની ઘટનાઓ બાદ રેલવે પોલીસ સતર્ક થઈ છે અને રેલવેની હદમાં ગુના અચરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યાવહી કરવાની કામગીરી શરૂ કરેલ છે.
Reporter: News Plus