કેદારનાથ :કેદારનાથથી ભાજપના ધારાસભ્ય શૈલારાણી રાવતનું 68 વર્ષની વયે નિધન થઇ ગયું છે. તેમનો અંગત સચિવ પપેન્દ્ર રાવતે જણાવ્યું કે શૈલારાણી બે દિવસથી વેન્ટિલેટર પર જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શૈલારાણી રાવતના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે કેદારનાથ વિધાનસભા થી લોકપ્રિય ધારાસભ્ય શૈલા રાણી રાવતનું નિધન અત્યંત પીડાદાયક છે.તેમનું નિધન પાર્ટી અને પ્રદેશના લોકો માટે અપૂરણીય ક્ષતિ છે. ધારાસભ્ય શૈલારાણી રાવત 2017માં વિધાનસભા ચૂંટણીના પ્રચાર કરવા ગયા હતા ત્યારે પડી ગયા હતા. તેમને તે સમયે ઈજાઓ પણ થઈ હતી.
આ દરમિયાન જ તેમને ગંભીર બીમારી થઇ ગઇ હતી. આશરે 3 વર્ષ સુધી સારવાર ચાલ્યા બાદ તે સ્વસ્થ થઇને ફરી રાજકારણમાં આવ્યા.બે મહિના અગાઉ ફરી તે ઓમકારેશ્વર મંદિરના પગથિયાં પરથી લપસી જતાં ઈજાગ્રસ્ત થયા હતા.
Reporter: News Plus