News Portal...

Breaking News :

રાષ્ટ્રીય પેન્‍શન યોજનામાં સમાવિષ્ટ કેન્દ્રીય કર્મચારીઓને છેલ્લા પગારના ૫૦% પેન્‍શન તરીકે મળી શકે.

2024-07-10 11:41:29
રાષ્ટ્રીય પેન્‍શન યોજનામાં સમાવિષ્ટ કેન્દ્રીય કર્મચારીઓને છેલ્લા પગારના ૫૦% પેન્‍શન તરીકે મળી શકે.


નવી દિલ્હી: કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્‍શન યોજના પુનઃસ્‍થાપિત કરવામાં આવશે નહીં, પરંતુ રાષ્ટ્રીય પેન્‍શન યોજનામાં સમાવિષ્ટ કર્મચારીઓને તેમના છેલ્લા પગારના ૫૦% પેન્‍શન તરીકે મળી શકે છે.


કેન્‍દ્રીય કર્મચારીઓ જૂની પેન્‍શન યોજનાને પુનઃસ્‍થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. પરંતુ સરકાર આ માટે તૈયાર નથી. પરંતુ તે એનપીએસ અંગેની તેમની ચિંતા દૂર કરવા માંગે છે. આ કારણે સરકાર એનપીએસનો ભાગ છે, તેવા કેન્‍દ્રીય કર્મચારીઓને ખાતરી આપવા માંગે છે કે તેમને તેમના છેલ્લા પગારના ૫૦% પેન્‍શન તરીકે આપવામાં આવશે. NPS ૨૦૦૪ થી ભરતી કરાયેલા કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવી છે. ૨૫-૩૦ વર્ષ સુધી તેમાં રોકાણ કરનારાઓને ઊંચું વળતર આપવામાં આવી રહ્યું છે.નાણામંત્રી નિર્મલા સીતારમણની જાહેરાત બાદ નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્‍યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી.


જો કે કેન્‍દ્રએ જૂની પેન્‍શન સ્‍કીમ (OPS) પર પાછા ફરવાનો ઇનકાર કર્યો છે, તેમ છતાં તેણે થોડી રાહત આપવાની શક્‍યતા જાળવી રાખી છે. ઓપીએસમાં છેલ્લા પગારનો અડધો ભાગ આજીવન પેન્‍શન તરીકે આપવામાં આવતો હતો. ઉપરાંત, પગાર પંચની ભલામણો અનુસાર પેન્‍શનમાં વધારો કરવામાં આવ્‍યો હતો. તેનાથી વિપરીત, NPS એ યોગદાન યોજના છે. આમાં, સરકારી કર્મચારી તેના મૂળ પગારના ૧૦% યોગદાન આપે છે જયારે ૧૪% કેન્‍દ્ર સરકાર દ્વારા ફાળો આપવામાં આવે છે.સોમનાથન કમિટીએ વૈશ્વિક અનુભવ તેમજ આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારોના પરિણામોને જોયા છે. તેણે ખાતરીપૂર્વકનું વળતર પૂરું પાડવાની અસરનું મૂલ્‍યાંકન કરવા માટે વ્‍યાપક ગણતરીઓ પણ હાથ ધરી છે. જો કે કેન્‍દ્ર માટે ૪૦-૪૫% ગેરંટી આપવી શક્‍ય છે, પરંતુ રાજકીય રીતે આ કર્મચારીઓની ચિંતાઓ દૂર થશે.

Reporter: News Plus

Related Post