વડોદરા શહેર જીલ્લામાં જાણે સ્ટેટ મોનીટરીંગ સેલ સન્નાટો મચાવ્યો છે. છેલ્લાં બે દિવસમાં ચાર ઠેકાણે રેડ કરી વીદેશી દારૂનો વેપલો ચલાવતા ઈસમો સામે કાર્યવાહી કરી છે
ત્યારે વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પ્રતાપનગર ડભોઈ રોડ યમુના મિલ ચાર રસ્તા પાસ વિમા દવાખાનાના કમ્પાઉન્ડમા રેડ કરી રૂપિયા 33,100ની કિંમતનો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 1,30,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં બે ઇસમોને ઝડપી લેવામા આવ્યાં છે. આ કાર્યવાહીમાં દેવેન્દ્ર ભાવસિંગ વણઝારા (રહે ગાજરાવાડી સુવેજ પમ્પિંગ સ્ટેશન ની બાજુ માં ગણપતિ મંદિર પસે વડોદરા) અને દેવેન્દ્ર ઉર્ફે અર્જુન રામસિંગ પરમાર (ગાજરાવાડી સુવેજ પમ્પિંગ સ્ટેશનની બાજુમાં ગણપતિ મંદિર પસે વડોદરા (દારૂ લેવા અવનાર ગ્રહક) સાથે પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં છે.
જેમા સંદિપ ઉર્ફે પુથો રાજુભાઈ રાજપૂત (રહે.બાપુની ચાલી મહાનગર વુડાના મકાન ડભોઈ રોડ (દારૂ નો ધંધો કરવા મુખ્ય આરોપી) , હસમુખ ઉર્ફે બાબર જીતુભાઈ વણઝારા (રહે.ભારત વાડી ડભોઈ રોડ વડોદરા), મેહુલ ઉર્ફે સંજય દેવકીનાદન શર્મા (રેસી સુવેજ પમ્પીંગ સ્ટેશન બજુમા ગાજરા વાડી વડોદરા શહેર), મયુર વણઝારા (રેસી.ગાજરા વાડી વડોદરા
Reporter: News Plus