ડભોઇ : માં ગઢભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા પ્રથમ દિવસે સ્વામિનારાયણના મહંત પુરાણી સ્વામી તેમજ ધારાસભ્ય શૈલેશ મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગરબાનો શુભારંભ કરાવ્યો હતો.
ગરબા ગ્રાઉન્ડમાંનો તિલક નો એન્ટ્રી હોવાથી દરેક ખેલૈયાઓ તિલક કરીને આવ્યા હતા.ડભોઇમાં નવરાત્રી મહોત્સવની ઉજવણીના પ્રથમ દિવસે માં ગઢભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા આયોજીત એ.પી.એમ.સી. ગરબા ગ્રાઉન્ડમાં પૂજ્ય પુરાણી સ્વામી તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગરબાની શરૂઆત કરવામાં આવી હતી.ધારાસભ્ય એ જણાવ્યું હતું કે દરેક ખેલૈયાઓ એ લલાટ પર તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવવુ જ્યારે પ્રથમ દિવસે ખેલૈયાઓ લલાટ પર તિલક અને ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. ગરબાના પ્રમુખ અને ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડભોઇ સહિત આસપાસના તમામ ગામોને ગરબા માં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ સ્વામી ડભોઇ નગરપાલિકા પ્રમુખ બીરેનભાઈ શાહ નાનાપંચના ચેરમેન વિશાલભાઈ શાહ ,ડભોઇ ડી.વાય.એસ.પી આકાશ પટેલ, બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી ડભોઇ શહેરના પ્રમુખ ડોક્ટર સંદીપભાઈ શાહ ધ્રુમિલ મહેતા,પ્રજાપિતા ભ્રમકુમારીની બહેનો તેમજ રાજકીય આગેવાનો સહિતમાં ગઢભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપના તમામ સભ્યો હાજર રહી નવરાત્રીના પ્રથમ નોરતે ગાયક વૃંદ હરિ વૃંદ હેમાબેન પંડ્યાના તાલ થી ગરબા રમ્યા હતા.
Reporter: admin