વડોદરા : ઇલેક્શન વોર્ડ નંબર 14 માં કાળુપુરા વિસ્તારમાં આવેલ લિંગાયતના ખાંચામાં રહેતા રહીશો ગટરનું પાણી પીવાના પાણીમાં મિશ્રિત થતાં પીવા માટે મજબૂર બન્યા છે.
વડોદરા મહાનગરપાલિકા પ્રજાના સુખાકારી માટે કામ કરવા કટિબદ્ધ છે પ્રજાને પ્રાથમિક સુવિધા આપવી પ્રથમ પ્રાથમિકતા બને છે ત્યારે વડોદરાના કાળુપુરા વિસ્તારમાં આવેલ લિંગાયતના ખાતામાં છેલ્લા ત્રણ વર્ષથી લોકો પીવાના પાણી માટે પરેશાન થઈ જાય છે જેનું મુખ્ય કારણ પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી મિશ્રિત થતા પીવાના પાણીમાં તીવ્ર દુર્ગંધ આવી રહી છે. સ્થાનિક કાઉન્સિલરોને આ મામલે જણાવતા અવારનવાર આ જગ્યાનું સમારકામ કરવામાં આવે છે તેમ છતાં સ્થિતિ યથાવત જોવા મળે છે કોઈ કાયમી ધોરણે નિરાકરણ આવ્યું નથી તેથી વિસ્તારના લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા મોકલવામાં આવેલ પાલિકાના કર્મચારીઓ ગલ્લા તલ્લા કરી કામ પૂર્ણ થયાની ચોકસાઈ કરે છે પણ જ્યારે પીવાના પાણીનો સમય આવે છે ત્યારે સ્થિતિ જેશે થે જોવા મળે છે.અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 14 માં કાળુપુરા વિસ્તારમાં આવેલ લિંગાયતના ખાચો પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશીનો વિસ્તાર છે ત્યારે આ વિસ્તારમાં ફક્ત જાગૃત કાઉન્સિલર સચિન પાટડીયા કામ કરી રહ્યા છે બાકીના ત્રણ કાઉન્સિલરો વિસ્તારમાં ફરકતા નથી તેવી રીતનો સ્થાનિકોનો આક્ષેપ છે કેટલી વહેલી તકે તેઓનું કામ પૂર્ણ થશે અને ક્યારે તેમને શુદ્ધ પીવાનું પાણી મળશે તે જોવાનું રહ્યું.
Reporter: admin