વડોદરા: શહેર માં 400 વર્ષ ઉપરાંતથી એક એવા અનોખા ગરબા થાય છે જેમાં ફક્ત પુરુષો જ ગરબા રમે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના માંડવી વિસ્તારમાં આ અનોખા ગરબાની રમઝટ જામી છે.
માંડવી ખાતે આવેલા ઐતિહાસિક અંબે માતાના મંદિરે ફક્ત પુરુષોને જ ગરબા રમવાની છૂટ છે. જયારે સ્ત્રીઓને ગરબે ઘુમવાની અનુમતિ નથી હોતી. આ પૌરાણિક ગરબાને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડતા હોય છે. નવરાત્રી એટલે નવ દિવસ માતાજીના નવ સ્વરૂપની પૂજા-અર્ચના, આરતી, ભોગ તેમજ તેમની આરાધના કરવાનો પાવન પર્વ. આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે બાળકોથી લઈને, મહિલાઓ, પુરુષો તેમજ વૃધ્ધોમાં ગરબાને લઈને અલગ જ જુસ્સો જોવા મળી રહ્યો છે. મહિલાઓ, પુરુષો, બાળકો તેમજ વૃધ્ધો સૌકોઈ સાથે મળીને માતાજીના ગરબે ઝૂમતા હોય છે. પરંતુ વડોદરા શહેરમાં એક એવા ગરબા થાય છે કે જ્યાં ફક્ત ને ફક્ત પુરુષો જ ગરબા રમે છે.
આ ગરબા લગભગ 300થી 400 વર્ષ કરતા પણ પહેલાથી થાય છે. શહેરના ભરચક વિસ્તાર એવા માંડવી ખાતે આવા અનોખા અને ઐતિહાસિક ગરબા રમવામાં આવે છે. આ ગરબા દર વર્ષે નગરજનોનું ધ્યાન ખેંચે છે. લોકો દૂર દૂરથી આ અનોખા પુરુષોના ગરબા જોવા માટે આવતા હોય છે. માંડવી ખાતે વડોદરાની આગવી ઓળખ ધરાવતા ઐતિહાસિક માઁ અંબા માતાજીનું મંદિર આવેલ છે. અને આ મંદિરના ચોકમાં થતા પુરુષોના ગરબાને ગુજરાતના એક માત્ર પુરુષોના ગરબા તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રીઓને અહીંયા ગરબા રમવાની છૂટ નથી. અહીં સ્ત્રીઓ ફક્ત ગરબા ગાઈ શકે છે તેમજ ગરબા જોઈ શકે છે. પણ રમી શક્તિ નથી.
Reporter: admin