News Portal...

Breaking News :

NBEMS દ્વારા નીટ પીજી પરીક્ષાની નવી તારીખ ની જાહેરાત

2024-07-05 16:43:43
NBEMS દ્વારા નીટ પીજી પરીક્ષાની નવી તારીખ ની જાહેરાત


પેપર લીક વિવાદ પછી નવી તારીખ ૨૩ જૂન સ્થગિત કરવામાં આવી છે. નીટ પીજી પરીક્ષા ૧૧ ઓગસ્ટ એ ૨ ભાગ માં યોજાશે . 


NBEMS દ્વારા નવી તારીખ જાહેર કરવામાં આવી છે. NEET PG ની પરીક્ષાની નવી તારીખ બહાર પાડવામાં આવી છે, જે હવે ૧૧ ઓગસ્ટ ના રોજ લેવામાં આવશે. મેડિકલ સાયન્‍સમાં NBEMS અને NEET PG ની પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઈ છે. NEET PG ની પરીક્ષા ૨ ભાગ માં લેવામાં આવશે જેની વધુ માહિતી થોડા સમય બાદ વેબસાઈટ natboard.edu.in પર મુકવામાં આવશે.આ વેબસાઈટ પર વિદ્યાર્થી વધારા ની માહિતી લઇ શકશે. 


પેપર લીક બાદ આ નવી તારીખ જાહેર થઇ છે. છેલ્લા કેટલાક વર્ષ થી સફળતાપૂર્વક સંચાલન થયેલ છે. પેપર લીક થવું એ વિધાર્થીઓ ના ભવિષ્ય માટે ગંભીર બાબત છે, જે વિધાર્થીઓ મેહનત કરે છે ને આમ જો પેપર લીક થઇ તો એમના ભવિષ્ય પર સીધો સવાલ આવે છે. સરકારે ફરી એકવાર પરીક્ષા ની સુરક્ષા જાળવવાનું નક્કી કર્યું છે. પરીક્ષા રદ થયા બાદ NBEMSના પ્રમુખ અભિજાત શેઠે જણાવ્યું હતું કે લગભગ છેલ્લા ૫ વર્ષ માં ક્યારેય એવું બન્યું નથી, અને આગળ આ બાબતે સુરક્ષા જાળવવામાં આવશે. અને બાળકો ના ભવિષ્ય સાથે ક્યારેય કોઈ ખોટું નહીં થાય .

Reporter: News Plus

Related Post