વડોદરા શહેર સ્માર્ટ સિટી ના ક્રમક થી ઉતરી ગયું છે ત્યારે હજી પાછળ ધકેલાઈ તો નવાઈ નહીં. જોકે દીવા તળે અંધારું જોવા મળ્યું હતું.
મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ની પાછળ ગંદકીનું સામ્રાજય જોવા મળ્યું હતું. જે ખંડેરાઓ શાકમાર્કેટ જવાનો રસ્તો છે ત્યાં હજારોની સંખ્યામાં નાગરિકો શાકભાજી લેવા માટે આવતા હોય છે. શાકભાજી લેવા આવતા નાગરિકો પણ ત્રસ્ત થઈ ગયા હતા.વડોદરા શહેર સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. પરંતુ સ્માર્ટ સિટીમાં પ્રાથમિક સુવિધા નામે મીંડું છે. મહાનગરપાલિકા નાગરિકોને રોડ રસ્તા અને પાણીની સુવિધા હજી પણ આપી શકતો નથી. સમયે સમયે પાલિકામાં મોરચા આવતા હોય છે. ચોમાસુ આવે ત્યારે રોગચાળો ફેલાવવાની શક્યતા વધી જાય છે. ત્યારે દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો છે. મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ની પાછળ જ ખંડેરાવ માર્કેટમાં જ ગંદકીનો સામ્રાજ્ય જોવા મળ્યું છે.
ત્યાં શાકભાજી અને ફૂટ ના વેપારીઓ વેપાર કરતા હોય છે સાથે મોટી સંખ્યામાં એમના ત્યાં શાકભાજી તેમજ ફળફળાદી નું વેચાણ કરવામાં આવતો હશે ત્યારે બગડી ગયેલા શાકભાજી અને ફળફળાદી રોડ પર નાખવામાં આવે છે જ્યાં પાલિકા તંત્ર દ્વારા સફાઈ ન કરાતા અતિશય દુર્ગંધ મારી રહી છે ત્યારે આવા ચોમાસા ની ઋતુમાં શાકભાજી લેવા આવતા લોકોને ઘણી અડચણ પડી છે. જોકે શાકભાજી એના ફ્રૂટ ના વેપારીઓએ પણ કચરો ગમે ત્યાં નાખીને ગંદકી કરવી જોઈએ નહીં કચરો જો તમે કચરા પેટી માં નાખો તો ગંદકી ફેલાઈ નહીં. પાલિકા તંત્ર એ પણ સાફ-સફાઈ કરવાની જરૂર છે જ્યારે બીજી બાજુ શાકભાજી અને ફ્રુટ ના વેપારીઓમાં પણ જાગૃતતા લાવવાની જરૂર છે. ત્યારે વોર્ડ નંબર ૧૩ના કોંગ્રેસના નગર સેવક બાળું ભાઈ સુર્વે એ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને મેયરને અપીલ કરી હતી કે આ ગંદકી વહેલી તકે સાફ-સફાઈ કરવામાં આવે જેથી શાકભાજી લેવા આવતા લોકોને આ દુર્ગંધ વાળી જગ્યાએથી પસાર ન થવું પડે તેવી અપીલ કરવામાં આવી હતી.
Reporter: News Plus