News Portal...

Breaking News :

NEETનું પેપર લીક કરનાર ઝડપાયો

2024-07-17 14:30:27
NEETનું પેપર લીક કરનાર ઝડપાયો


પટનાઃ NEET પેપર લીક કરનાર કોણ હતો એની શોધ ચાલુ હતી,હાલ પેપર ચોરી કરનારની ધરપકડ પટનાથી થઇ છે.સીબીઆઈની આપેલ માહિતી મુજબ પંકજ કુમાર ઉર્ફે આદિત્યએ જે ટ્રંકમાંથી પેપર જઈ રહ્યું હતું, એમાંથી પેપર ચોરી કર્યા હતા અને વિતરણ કર્યું હતું, સાથે તેનો મિત્ર હતો બને સાથે મળી ને ચોરી કરી હતી. 


હાલ બનેની ધરપકડ કરવામાં આવી છે. બનેના નામ પંકજ કુમાર અને રાજુ સિંહ છે. હાલ બને પર કાર્યવાહી ચાલુ છે. રાજુ સિંહએ પણ ચોરી કરવામાં સાથ આપ્યો હતો. માહિતી મુજબ બને ચોરે પેપર ટ્રકમાંથી જઈ રહ્યૂ હતું તેમાંથી પેપર ચોરી કરી પપેરનું વિતરણ કર્યું હતું. સીબીઆઈની માહિતી મુજબ પંકજ ની ધરપકડ પટનાથી કરવામાં આવી હતી અને બીજો આરોપી રાજુ સિંહને હાજિરા બાગમાંથી પકડવામાં આવ્યો હતો. પંકજે સ્ટીલના બોક્સમાંથી પેપર ચોર્યું હતું એની ત્યાર બાદ બીજાને પેપર લીક કર્યું હતું. રાજુની મદદ થી પંક્જે પેપર ચોરી કર્યા હતા. 


પંકજ પોતે એંજીનિયરની ડિગ્રી ધરાવતો વ્યકતિ છે.અગાઉ પણ NEET-UG પેપર લીક કેસમાં CBIએ હજારીબાગ શહેરના એક ગેસ્ટ હાઉસમાં દરોડો પાડ્યો હતો અને ઓપરેટર રાજકુમાર ઉર્ફે રાજુની ધરપકડ કરી હતી. 28મી જૂને સીબીઆઈએ ઓએસિસ સ્કૂલ, હજારીબાગના પ્રિન્સિપાલ અને NTAના સિટી કોઓર્ડિનેટર એહસાન ઉલ હક, વાઇસ પ્રિન્સિપાલ મોહમ્મદની ધરપકડ કરી હતી. ઈમ્તિયાઝ અને દૈનિક અખબારના પત્રકાર જમાલુદ્દીનની ધરપકડ કરવામાં આવી હતી. બધાની ધરપકડ બાદ તેમને રિમાન્ડ પર લઇ પૂછતાછ કરવામાં આવી હતી. હાલ આરોપીઓ કસ્ટડીમાં છે.આ રીતે ઘણા ચોર પેપર લીક કરીને પૈસા પડાવવાની તરકીબો કરતા હોઈ છે. લોકો ને ગેરમાર્ગે દોરીને પૈસા એંઠતા હોઈ છે. હાલ બંનેની ધરપકડ કરી પૂછતાછ ચાલુ છે.

Reporter:

Related Post