નાગરવાડા વિસ્તારના તાજીયા બહુચરાજી મંદિરે આવી પહોંચ્યા હતા. પૂજારી દ્વારા તાજીયાને વિધિ વિધાન પૂર્વક ઠંડા કરવામાં આવ્યા
વડોદરા શહેરમાં ગાયકવાડ શાસન સમયથી નાગરવાડા-હકીમ સાહેબના વાડા વિસ્તારમાં આરૂઢ કરાતા તાજિયા તળાવમાં નહીં પરંતુ શહેરના પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે પૂજારી દ્વારા ઠંડા કરાયા પછી દફન કરવાની અનોખી પરંપરા ચાલી રહી છે. જે અંતર્ગત આજે સવારે હકીમ સાહેબના વાડા વિસ્તારના તાજિયા બહુચરાજી મંદિર ખાતે આવી પહોંચ્યા બાદ મંદિરના પૂજારી અમરીશકુમારે તાજિયાનું શ્રીફળ વધેરી સ્વાગત કરવા ઉપરાંત તાજિયા ઠંડા કરવાની પરંપરા નિભાવી હતી. કોમી-એક્તાના પ્રતીકરૂપ આ પરંપરાએ હિન્દુ-મુસ્લિમ સમુદાયને સદભાવનાનો સંદેશો આપ્યો હતો.
વડોદરા શહેરમાં નાગરવાડા વિસ્તારમાં આવેલા હકીમ સાહેબના વાડામાં ગાયકવાડ શાસન સમયથી મહોરમ નિમિત્તે કલાત્મક તાજિયા આરૂઢ કરવામાં આવે છે. આ તાજિયા 10માં દિવસે તળાવમાં નહીં પરંતુ કારેલીબાગ વિસ્તારના બહુચરાજી મંદિર ખાતે લાવી મંદિરના પૂજારી દ્વારા ઠંડા કરવાની અનોખી પરંપરા ચાલી રહી છે. ગાયકવાડ શાસન ચાલી આવતી પરંપરા અંતર્ગત આજે હકીમ સાહેબના વાડાના તાજિયાનું બહુચરાજી મંદિર ખાતે આવી પહોંચ્યું હતું. જ્યાં પૂજારી અમરીશકુમારે તાજિયાનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે તાજિયા પર પાણીનો છંટકાવ કરવા ઉપરાંત તાજિયાની આગળ પાણીની ધાર કરી તાજિયાને ઠંડો કરી નાડિયેર પણ વધેર્યું હતું. તાજિયાને ઠંડો કરાયા બાદ ટેમ્પોમાં આજવા રોડ કરબલાના મેદાનમાં જવાયો હતો. જ્યાં પરંપરા અને વિધિ મુજબ તાજિયાને દફન કરવામાં આવશે
Reporter: