હિન્દુ અને જૈન સમાજમાં ચાતુર્માસનો ખૂબ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે શહેરના મધ્યમાં રાજમહેલ રોડ ખાતે આવેલ ડેરાપોળમાં બાબાજીપુરા જૈન સંઘમાં આજે સવારે ૬.૦૦ વાગે કીર્તિસ્થંભ થી સાધ્વીજી ધર્મરક્ષીતા મહારાજ સાહેબ તથા રાજધર્મ મહારાજ સાહેબનો વાજતે ગાજતે પિરામિતાર રોડ, ગુંદા ફળિયા થઈ હનુમાનજી મંદિર પાસેથી નીકળીને ડેરાપોળ જૈન સંઘમાં પ્રવેશ થયો હતો એમ સંઘના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું હતું.
દરમિયાનમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહ જણાવ્યું હતું કે આ ચાતુર્માસ દરમિયાન દેરાપોળ જૈન સંઘમાં પેથળ શાહ ના ચરિત્ર ઉપરનો ગ્રંથ મહારાજ સાહેબ વાંચન કરશે.જેની આજે ઊંચી બોલી બોલાઈ હતી જે વોહરાવવાનો લાભ રીટાબેન રતિલાલ શાહ પરિવારે લીધો હતો.આજના સાધ્વીજી ભગવાનના ચાતુર્માસિક પ્રવેશ પ્રસંગે મુંબઈ અમદાવાદ અને વડોદરાના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા.
સાધ્વીજી ધર્મરક્ષિતા મહારાજ સાહેબે ખૂબ જ મનનીય વ્યાખ્યાન આપી માંગલિક ફરમાવ્યું હતું. ત્યારબાદ સવિતાબેન દલાલ ડભોઈ વાળા તથા લીલાબેન વાડીલાલ સુભાનપુરા વાળા તરફથી ગોળની ચાકીની પ્રભાવના કરવામાં આવી હતી એમ સંઘના ટ્રસ્ટી નરેશભાઈ શાહે જણાવ્યું હતું.
Reporter: admin